ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા ગુજરાત

Posted By:
Subscribe to Oneindia News

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવ્યા હતા. નરેન્દ્ર મોદીને જોવા માટે લોકોની ભીડ જામી હતી. જેના કારણે તેમને એરપોર્ટથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી રોડ શૉ કરવો પડ્યો. લોકોમાં પીએમ મોદીની એક ઝલક માટે લોકો આતુર બન્યા હત જેના કારણે પીએમ મોદીના કાર્યક્રમમાં રોડ શૉ હતો જ નહીં તેમ છતાં તેમનો લોકોની ઈચ્છાને માન આપવામાં રોડ શૉ કર્યો.

narendra modi

નરેન્દ્ર મોદી જે સુરતના જે રસ્તાથી પસાર થઇ રહ્યા હતા તેની બંને બાજુ લોકોની ભીડ જામી હતી. જેના કારણે પીએમ મોદીએ ગાડી ધીમી ચલાવવા માટે જણાવ્યું. પીએમ મોદીએ રસ્તા પર લોકોનું અભિવાદન ઝીલ્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સુરત ખાતે રન ફોર ન્યુ ઇન્ડિયા નાઈટ મેરેથોન નું પ્રસ્થાન કરાવ્યું જેમાં શહેરના હજારો લોકોએ અદમ્ય ઉત્સાહ સાથે ભાગ લીધો.

સુરત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2022 સુધીમાં આપણે ન્યુ ઇન્ડિયાનું સપનું પૂરું કરીશુ. તેમને આગળ જણાવ્યું કે અમારું સપનું છે કે આખા વિશ્વમાં ભારતની બોલબાલા થાય. ભારત માટે એક અનુકૂળ માહોલ બની રહ્યો છે.

સુરત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક નવું ભારત બનાવીશુ જ્યાં જાતિવાદનું જહેર ના હોય, બહેન અને દીકરીઓનું સમ્માન અને આદર થાય, ગરીબી ના હોય, ચારે તરફ સ્વછતા હોય, યુવાનોના સ્વપનોને અનુકૂળ હોય.

English summary
PM Narendra Modi to flag off Run for New India Marathon from Surat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.