For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શનિવારથી ગુજરાતની મુલાકાતે PM, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.7 અને 8 ઓક્ટોબર દરમિયાન ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, તેમનો સંપૂર્ણ પ્રોગ્રામ જાણો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો શરૂ થઇ ગઇ છે. 7 ઓક્ટોબર ને શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પધારનાર છે. આ દરમિયાન તેઓ વડનગર, રાજકોટ, ભરૂચ અને દ્વારાકાની મુલાકાત લેશે અને સાથે જ વિવિધ યોજનાઓના લોકાર્પણ તથા ખાતમૂહુર્તના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આમાં સૌથી ખાસ છે પીએમ મોદીની રાજકોટ અને વડનગરની મુલાકાત. રાજકોટ ખાતે પીએમ મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે, જ્યારે વડનગર પીએમ મોદીનું વતન છે. વડનગર ખાતે પીએમ મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ થઇ ગઇ છે, જે તમે તસવીરોમાં જોઇ શકો છો.

narendra modi gujarat visit 7th oct

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 7 અને 8 ઓક્ટોબરનો કાર્યક્રમ જાણો અહીં...

તા. 7 ઓક્ટોબર, 2017

  • સવારે 10 વાગે જામનગર એરપોર્ટ પર આગમન
  • પીએમ મોદી સૌપ્રથમ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં પહોંચી પૂજા-અર્ચના કરશે.
  • જ્યાંથી તેઓ ઓખા અને બેટ દ્વારકાને જોડતાં પુલનું ખાત મુહૂર્ત કરવા પહોંચશે.
  • પીએમ મોદી બપોરે ચોટીલા પહોંચશે, જ્યાં તેઓ રાજકોટ ઇન્ટરનેશનલ એરોપોર્ટનો શિલાન્યાસ કરશે.
  • અહીં તેઓ એક જનસભાનું સંબોધન પણ કરશે.
  • ત્યાર બાદ સાંજે તેઓ આઇઆઇટી ગાંધીનગર ખાતે એક ઇમારતનું લોકાર્પણ કરશે અને રાત્રે રાજભવન, ગાંધીનગર ખાતે રોકાણ કરશે.
narendra modi gujarat visit 7th oct

તા. 8 ઓક્ટોબર, 2017

  • મુલાકાતના બીજા દિવસે પીએમ સૌ પ્રથમ મહેસાણા સ્થિતિ પોતાના વતન વડનગરની મુલાકાત લેશે.
  • વડનગર ખાતે તેઓ ટાઉન હોલ, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સહિત વિવિધ યોજનાઓના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લેશે.
  • વડનગરના કાર્યક્રમ બાદ પીએમ મોદી ભરૂચ પહોંચશે, જ્યાં તેઓ કલ્પસર યોજના હેઠળ ભડભૂત બેરેજનો શિલાન્યાસ કરશે. ત્યાંથી તેઓ વડોદરા જશે અને વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
English summary
PM Narendra Modi to visit Gujarat on 7th and 8th October, read the program schedule here in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X