Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના પ્રવાસે, 4400 કરોડ રુપિયાના પ્રોજેક્ટની આપશે ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગાંધીનગરમાં 4400 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદી સવારે 10.30 વાગ્યે અહીં પહોંચશે.

પીએમ મોદી સવારે ગાંધીનગરના અખિલ ભારતીય શિક્ષણ સંઘના સંમેલનમાં પહોંચશે અને તે પછી બપોરે 12 વાગ્યે અહીં 4400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM modi

આ સાથે પીએમ મોદી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અહીં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટની સમીક્ષા કરશે. આ સાથે PM GIFT IFSC ના લોકોને મળશે અને અહીં ભવિષ્યની યોજનાઓ સમજવાનો પ્રયાસ કરશે.

આ સાથે પીએમ મોદી અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સેગ્રીગેશન પ્લાન્ટની પણ મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે. આ સાથે પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ આપશે.

PM મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને 19000 લોકોના હાઉસ વોર્મિંગમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તે લોકોને તેમના ઘરની ચાવી આપશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 1950 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં PM શહેરી વિકાસ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન, ખાણ અને ખનિજ વિભાગ દ્વારા રૂ. 1450 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.ઓ 11 વાગ્યે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 1654 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. તે સિવાય વડાપ્રધાન મોદી લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. સાથે જ 7 લાભાર્થીઓને ઘરની ચાવીનું વિતરણ કરાશે. બાદમાં તેઓ રાજ્યભવનમાં બેઠક કરશે અને બપોરે 3 વાગ્યે વિવિધ કંપનીના CEO અને યુનિવર્સિટીના કુલપતિઓ સાથે મુલાકાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણાના કસ્બામાં 18.46 MLD ક્ષમતાના અને નાગલપુરમાં 23.18 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP) તેમજ અમદાવાદમાં બાપુનગર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLD ક્ષમતાના STP તેમજ રાઇઝિંગ મેઇનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, દહેગામ ખાતે ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

આ સાથે જ શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદમાં ગોતા ખાતે તેમજ અમરાઇવાડી ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વાડજ તેમજ સતાધાર જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, AMCના વિવિધ TP રોડ્સનું રિગાર્ડેશન અને રિસર્ફેસિંગ તેમજ અન્ય વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. પાણી પુરવઠા વિભાગના 734 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હેઠળ પાલડી નવાપુરા સરોડા ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ હેઠળ રૂ.25 કરોડના ખર્ચે નરોડા GIDC ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X