પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 200 કરોડના ખર્ચે તૈયાર સરદારધામનુ કર્યુ ઈ- લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 11 સપ્ટેમ્બરે શનિવારના રોજ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સરદાર ધામ ભવનનુ લોકાર્પણ કર્યુ.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 11 સપ્ટેમ્બરે શનિવારના રોજ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સરદારધામ ભવનનુ લોકાર્પણ અને સરદાર ધામ ફેઝ-2 કન્યા છાત્રાલયનુ ભૂમિપૂજન કર્યુ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અધિકારી અને પદાધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત સમારંભમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા સહિતના આગેવોનો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. સદભાગ્યે સરદારધામ ભવનની શરૂઆત ગણપતિ તહેવારના શુભ પ્રસંગે કરવામાં આવી રહી છે. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી અને આજે આખો દેશ ગણેશ ઉત્સવ મનાવી રહ્યો છે. હું તમને બંને તહેવારોની ખૂબ શુભેચ્છા પાઠવુ છુ. હું પ્રેરણાદાયી લોખંડી પુરુષ સરદાર સાહેબના ચરણોમાં નમન કરુ છુ અને તેમને શ્રદ્ધાંજલિ આપુ છુ. સરદારધામના તમામ સભ્યોને અભિનંદન જેમણે સેવાના આ અદ્ભૂત પ્રોજેક્ટને તેમના સમર્પણથી આકાર આપ્યો છે.
પીએમ મોદીએ કહ્યુ કે, 'સરદારધામના ઉદ્ઘાટનની તારીખ ખૂબ નોંધનીય છે. આજે 9/11 છે. આ દિવસે આપણને ઘણુ બધુ આપ્યુ છે. જે દિવસે માનવતા પર હુમલો થયો હતો. આ દિવસે શિકાગોમાં ધર્મસંસદનુ આયોજન થયુ હતુ. આજના દિવસે સ્વામી વિવેકાનંદે પરિષદમાં ભારતીય મૂલ્યોનુ મહત્વ દુનિયાને સમજાવ્યુ હતુ. આજના દિવસે આ ભારતના મહાનવીબ સુબ્રમણ્યમ ભારતીની 100મી પુણ્યતિથિ પણ છે.'
અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે વિશ્વ પાટીદાર સમાજ સરદારધામનુ નિર્માણ થયુ છે. આ સરદારધામ અંદાજીત 200 કરોડ રૂપિયાના ખર્ચે 11,670 સ્કવેર મીટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્કવેર ફૂટમાં નિર્માણ કરવામાં આવ્યુ છે. સરદાર ધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પડવા તરફ કામ સાથે વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધાઓને સમાવેશ કરવામાં આવ્યો છે. સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનુ ઑડિયોરિયમ અને 1 હજાર વ્યક્તિઓની ક્ષમતાવાળા 2 હૉલ પણ છે. બેઝમેન્ટ 1 અને 2માં 450થી વધુ કારનુ પાર્કિગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતા ટ્ર્સ્ટી વિશ્રામગૃહની પણ વ્યવસ્થા છે.
સંકુલના પ્રવેશ દ્વારમાં સરદાર પટેલની 50 ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત સરદાર ધામ ફેઝ-2 અંતર્ગત બનાવવામાં આવેલ કન્યા છાત્રાલયમાં કોઈ પણ પ્રકારના આર્થિક માપદંડને ધ્યાનમાં લીધા વિના અંદાજે 2000 છોકરીઓ માટે છાત્રાવાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
