Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આકરા અને મોટા નિર્ણયો લેવા માટે પૂર્ણ બહુમતની સરકાર જરૂરીઃ સુરતમાં પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતના સુરતમાં એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતના સુરતમાં એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યુ છે. પીએમ મોદીએ નિશાન સાધતા કહ્યુ કે મને ન પૂછતા કે 45-50 રૂપિયાનો બલ્બ 350માં વેચાતો હતો તો વચ્ચેના પૈસા ક્યાં જતા હતા. મને ન પૂછતા, તેનો જવાબ રાજીવ ગાંધી આપીને ગયા હતા. એક રૂપિયો જતો હતો તો 25 પૈસા પહોંચતા હતા બાકીના 85 પૈસા કયો પંજો ખાતો હતો તે આખી દુનિયા જાણે છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં સરકારે 32 કરોડ એલઈડી બલ્બ વિતરિત કર્યા છે. આ કારણે લોકોના વિજળીના બલ્બમાં 16 હજાર 500 કરોડ રૂપિયાની બચત થઈ છે.

નોટબંધી અંગે વિપક્ષ પર સાધ્યુ નિશાન

નોટબંધી અંગે વિપક્ષ પર સાધ્યુ નિશાન

પીએમ મોદીએ કહ્યુ કે અમુક લોકો સવાલ પૂછે છે કે નોટબંધીથી શું ફાયદો થયો? તેમણે આ સવાલ એ યુવાનોને પણ પૂછવો જોઈએ જેમણે નોટબંધી બાદ ઘટેલા ઘરોની કિંમતોનો લાભ મળવાનો શરૂ થયો છે. નહિતર નોટબંધી પહેલા કઈ રીતે રિઅલ એસ્ટેટ સેક્ટરમાં કાળુ નાણુ હાવી હતુ એ બધા સારી રીતે જાણે છે. અમારી સરકારે રેરા કાયદો બનાવીને હવે એ પણ સુનિશ્ચિત કર્યુ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમાણી હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં ફસાય નહિ. રેરા કાયદા હેઠળ 30-35 હજાર બિલ્ડરોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ છે અને નક્કી નિયમ મુજબ લાખો ઘરોનું નિર્માણ કરી રહ્યા છે.

સાડા ચાર વર્ષમાં દેશને 4 કરોડ 25 લાખ નવા ઉધ્યમી મળ્યાઃ પીએમ

પીએમે કહ્યુ કે અમારી સરકારે લોકોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે કોઈ બેંક ગેરેન્ટી વિના 7 લાખ કરોડ રૂપિયા આપ્યા. આમાંથી 4 કરોડ 25 લાખથી વધુ એવા લોકો છે જેમણે પહેલી વાર લોન લીધી છે. એટલે કે છેલ્લા સાડા ચાર વર્ષમાં દેશને 4 કરોડ 25 લાખ નવા ઉધ્યમી પણ મળ્યા છે. આ વ્યાપક યોજનાઓ અને મોટા નિર્ણયો પાછળનું સૌથી મોટુ કારણ છે તમારા એક-એક મતની તાકાતથી બનેલી પૂર્ણ બહુમતની સરકાર. આ મકાન ન મોદી આપી રહ્યા છે, ન ભારત આપી રહ્યા છે. આ મકાન આપના મતની તાકાત છે ગરીબને ઘર મળી રહ્યા છે. પીએમે કહ્યુ કે કડક અને મોટા નિર્ણયો લેવા માટે પૂર્ણ બહુમતની સરકાર જરૂરી છે.

દુનિયાના ટૉપ ટેન શહેરોમાં બધા ભારતના હશે

જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા સાડા ચાર વર્ષોમાં શહેરમાં રહેતા ગરીબ ભાઈ-બહેનો માટે 13 લાખથી વધુ ઘર બનાવવામાં આવી ચૂક્યા છે. શહેરોમાં લગભગ 70 લાખ નવા મકાન બનાવવા માટે સરકાર સ્વીકૃતિ આપી ચૂકી છે. પીએમે કહ્યુ કે અમારી સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના દરેક વ્યક્તિના જીવનને સરળ અને સુગમ બનાવવાની દિશામાં પૂરી ઈમાનદારીથી જોડાઈ છે. પીએમે કહ્યુ કે એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આવનારા 10-15 વર્ષોમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસિત થતા ટૉપ 10 શહેરોમાં બધા ભારતના હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X