પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોનુ લોકાર્પણ, જાણો સમગ્ર કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે છે.
અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી સવારે 10 વાગે નવસારીમાં 'ગુજરાત ગૌરવ અભિયાન' દરમિયાન અનેક પ્રોજેક્ટ્સનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જ્યારે સાંજે અમદાવાદના બોપલ ખાતેના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. તેઓ લગભગ 12.15 વાગે નવસારીમાં નાઈક હેલ્થકેર કૉમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનુ ઉદ્ઘાટન કરશે.

પીએમ નરેન્દ્ર મોદી નવસારીના આદિવાસી વિસ્તાર ખુડવેલમાં આશરે 30 હજાર 50 કરોડની વિકાસ પહેલનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં 7 પ્રોજેક્ટ્સનુ ઉદ્ઘાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનુ ભૂમિપૂજન શામેલ છે. આ પ્રોજેક્ટ્સ વિસ્તારમાં પાણી પુરવઠાને સુધારવામાં તેમજ કનેક્ટિવિટી અને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. પીએમ નરેન્દ્ર મોદી લગભગ પોણા ચાર વાગે અમદાવાદવા બોપલમાં આવેલા ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનુ ઉદ્ઘાટન કરશે.
જાણો સમગ્ર કાર્યક્રમ
- સવારે 7.55 વાગે દિલ્લી એરપોર્ટથી સુરત જવા રવાના થશે.
- સવારે 9.45 વાગે સુરત એરપોર્ટ પર પીએમ મોદીનુ આગમન
- સવારે 9.45 વાગે સુરત એરપોર્ટથી ચીખલી ખાતે બનાવેલ હેલીપેડ ખાતે રવાના
- સવારે 10.30 વાગે ગૌરવ સંમેલનમાં હાજર
- 12.00 વાગે ચીખલી હેલીપેડથી નવસારી નિરાલી હોસ્પિટલ ખાતે આગમન
- બપોરે નિરાલી હેલ્થ કૉમ્પ્લેક્સનુ ઉદ્ઘાટન
- નવસારીથી અમદાવાદ જવા રવાના થશે.
પીએમ નરેન્દ્ર મોદી આજે અમદાવાદના બોપલ સ્થિત ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરના મુખ્યાલયનું ઉદઘાટન કરશે. આ સેન્ટરનો હેતુ પ્રાઇવેટ કંપનીને પ્રોત્સાહન આપવા માટેનો છે. પ્રાઇવેટ કંપનીને સ્પેસને લગતી કામગીરીમાં સાંકળી લેવાનો છે. ઇન-સ્પેસ એ એક અલગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો એક અલગ સંસ્થા જ ઊભી કરવામાં આવી છે, જે પ્રાઇવેટ કંપની અને ઈસરોની વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે. ઇન સ્પેસ સેન્ટરની જવાબદારી ઈસરોના પૂર્વ એસોસિયેટ ડિરેક્ટર રાજીવ જ્યોતિ અને બેંગલુરુ ઈસરો હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવી ચૂકેલા પીકે જૈનને સોંપવામાં આવી છે.
ઇન-સ્પેસ સેન્ટર દ્વારા ખાનગી પ્રોત્સાહનો પોતાની ક્ષમતાને આધીન ઇન-સ્પેસના પ્રોજેક્ટમાં મદદ કરવાથી વિકસિત થઈ શકશે. જે રીતે નાસા સ્પેસ સેન્ટર દ્વારા કોઈપણ પ્રોજેક્ટને લગતા પ્લાનિંગ અને ડિઝાઇન તેમજ કન્સેપ્ટ બનાવ્યા બાદ જે-તે કોન્સેપ્ટનું અમલીકરણ કરવાની કામગીરી ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવે છે એ જ રીતે ઇન-સ્પેસ સેન્ટરમાં પણ આ કામગીરી થશે.












Click it and Unblock the Notifications
