For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે, આટકોટમાં કરશે હોસ્પિટલનુ લોકાર્પણ, જાણો સમગ્ર કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 28 મે, 2022ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જાણો સમગ્ર કાર્યક્રમ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 28 મે, 2022ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સવારે લગભગ 10.30 વાગે પીએમ મોદી રાજકોટના આટકોટમાં નવનિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનુ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી મોદી રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં આટકોટ પહોંચશે. રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ મોદીનું સ્વાગત કરશે. આ પછી સ્થળ પર તેએ જાહેર સમારંભને સંબોધન કરશે.

Modi

માતુશ્રી કે.ડી.પી. મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની મુલાકાત વડાપ્રધાન દ્વારા લેવામાં આવી રહી છે, તેનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તે ઉચ્ચતમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડશે. આ મુલાકાત પછી વડાપ્રધાન જાહેર સમારંભમાં સંબોધન કરશે.

ત્યારબાદ લગભગ 4 PM વાગે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધશે જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યુ છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં એક બીજા પગલામાં, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનોનો સેમિનાર યોજાશે.

સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ખેડુતોને ઉત્પાદકતા વધારવા અને તેમની આવક વધારવામાં મદદ કરવા માટેના માધ્યમો પૂરા પાડવાના પ્રયાસરૂપે, વડા પ્રધાન ઈફ્કો, કલોલ ખાતે આશરે રૂ. 175 કરોડ. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

English summary
PM Narendra Modi on Gujarat visit today, will inaugurate the hospital in Atkot, know the entire program.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X