For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુલ્લી જીપમાં મોદી પહોંચ્યા લીમખેડા, ભાષણમાં કહ્યું આ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 67માં જન્મદિવસ નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે. જે અંતર્ગત તે આજે દહોદના લીમખેડા પહોંચ્યા હતા. જ્યાં વનબંધુઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને નરેન્દ્ર મોદીને પરંપરાગત આદિવાસી વેશભૂષા આપવામાં આવી હતી. ત્યારે જન્મદિવસ નિમિત્તે મોદી એક દર પરંપરાગત પાઘડીવાળા લૂકમાં ફરી એક વાર જોવા મળ્યા હતા.

નવસારી પહોંચ્યા પીએમ મોદીનવસારી પહોંચ્યા પીએમ મોદી

પીએમ મોદીનું ભાષણ

પીએમ મોદીનું ભાષણ

લીમખેડા ખાતે મોદીએ વનબંધુઓને સંબોધિત કરતા કહ્યું કે હવે વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત સમતે ભારતભરમાં અમલમાં આવી રહી છે. સાથે જ તેમણે નવા રેલ્વે યાર્ડ દ્વારા ઇકોનોમી બદલવાની અને રોજગારીની તકો ઊભી કરવાની વાત પણ કરી હતી.

ગુજરાત બન્યું નંબર 1

ગુજરાત બન્યું નંબર 1

વધુમાં ગુજરાતના વખાણ કરતા મોદીએ કહ્યું કે સવા બે કરોડ એલઇડી બલ્બ લગાવી ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય બન્યું છે. અને આ પ્રયાસથી 1 હજાર કરોડ રૂપિયાની બચત થવાની છે. તેમણે કહ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર જ્યારે અલગ થયા ત્યારે ગુજરાત સામે અનેક પડકારો હતા. પણ દરેક પડકારોની વચ્ચે ગુજરાતે વિકાસની નવી ઊંચાઇ હાસલ કરી છે.

વનબંધુઓ વિષે શું બોલ્યા મોદી

વનબંધુઓ વિષે શું બોલ્યા મોદી

વધુમાં મોદીએ વનબંધુઓ વિષે બોલતા કહ્યું કે એક પણ આદિવાસી તેવો નથી જેણે અંગ્રેજોના દાંત ખાટા ના કર્યા હોય. આ ધરતી પર આઝાદીનો જંગ ખેલવાયો છે. ત્યારે લીમખેડાની આવી આઝાદીના લડવૈયાઓની ધરતીને હું નમન કરું છું.

ખુલ્લી જીપમાં મોદીની એન્ટ્રી

ખુલ્લી જીપમાં મોદીની એન્ટ્રી

નોંધનીય છે કે મોદી લીમખેડા ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. અને તેમણે રસ્તા પર લોકોનું અભિવાદન જીલ્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં મોદીએ વનબંધુઓને હકપત્રણ અર્પણ કર્યા અને સિંચાઇ યોજનાનું ડિઝીટલ રીતે ઉદ્ધાટન કર્યું.

35 વર્ષ બાદ પીએમ લીમખેડામાં

35 વર્ષ બાદ પીએમ લીમખેડામાં

નોંધનીય છે કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમતે ભૂતર્પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી આજે લીમખેડામાં સિંચાઇ યોજનાનું ઉદ્ધાટન કરશે. અને વનવાસી જિલ્લામાં વિકાસના કામોની ભેટ આપશે. સાથે જ જન મેદનીને સંબોધિત કરશે. નોંધનીય છે કે વડાપ્રધાન તરીકે મોદી 35 વર્ષ બાદ લીમખેડા આવી રહ્યા છે. આ પહેલા પીએમ ઇન્દિરા ગાંધી લીમખેડા આવ્યા હતા.

મોદી પછી અટક પહેલા!

મોદી પછી અટક પહેલા!

જો કે મોદીના આગમન પહેલા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરતા કોંગ્રેસના 70 જેવા કાર્યકર્તાની પોલિસ દ્વારા અટક કરવામાં આવી હતી.

English summary
PM Narendra modi reach limkheda. know the latest update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X