નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સન્ટર ઓર્થોરિટી ના ભવનનો શિલાન્યાસ કરશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૯ જુલાઈ,૨૦૨૨નાં રોજ ગિફ્ટ સિટી,ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી)ની મુલાકાત લ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૯ જુલાઈ,૨૦૨૨નાં રોજ ગિફ્ટ સિટી,ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી)ની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ''ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી''ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. વડાપ્રધાન GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો પણ શુભારંભ કરશે. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે.

આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે NSE IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX)ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ 'NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ' પર રૂટ કરવામાં આવશે તેમજ મેચ કરવામાં આવશે. આ સિવાય કનેક્ટ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટ્સમાં તરલતા (liquidity)વધારશે. જેથી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ જોડાશે અને તેની GIFT-IFSCમાં નાણાકીય ઇકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી બ્રોકર-ડીલર્સ આ કનેક્ટ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી અપેક્ષા છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન,ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી ખાતે આવેલી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ-નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. IFSCAના મુખ્યાલયની ઇમારતની આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSCની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.
વડાપ્રધાનના હસ્તે લોન્ચ કરવામાં આવનાર ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દેશમાં સોનાના વિત્તિયકરણને વેગ આપવા ઉપરાંત ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા આપશે. જેનાથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને પ્રામાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે વધુ બળ મળશે. આ સાથે જ આ એક્સચેન્જ એક મુખ્ય ઉપભોક્તા તરીકે વિશ્વ બુલિયનના ભાવને પ્રભાવિત કરવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને પ્રસ્થાપિત કરે છે.












Click it and Unblock the Notifications
