વડાપ્રધાને મોઢામાં કોલસા ભર્યા છે : નવજોત સિધ્ધુ

કોંગ્રેસ મુન્ની કરતાં વધારે બદનામ અને શીલા કરતા વધારે જવાન છે. હિન્દુસ્તાનની સરદાર મંડળી કાનમાં ભૂંગળા નાખીને બેસી છે. પ્રધાનમંત્રી મોઢામાં કોલસા ભરાવીને બેઠા છે. દાળમાં કાળું નહીં આખી દાળ કાળી છે. મોંધવારી કૂદકે ને ભૂસકે વધી છે છતાં કોંગ્રેસ કહે છે કે કોંગ્રેસ કા હાથ આમ આદમી કે સાથ. કોંગ્રેસનો હાથ ગરીબ માણસના મોઢા પર થપ્પડરૂપે પડે છે.
ભારત માતા માટે પ્રણ લેવું પડશે કે ભારત માતાની આઝાદીને છીનવી લેવા નહીં દઇએ. જેની પાસે દંડો હોય છે તેનાથી લોકો ડરે છે પણ જેમનું ચારિત્ર સારું હોય છે તેમના પર લોકો વિશ્વાસ કરે છે. ભગતસિંહ હીરો હતા. આજે તો માત્ર સલમાન ખાન રહી ગયો છે.












Click it and Unblock the Notifications
