કેજરીવાલની ફ્રી વિજળી સામે પ્રધાનમંત્રીએ જ્યોતિ ગ્રામ યોજનાની યાદ અપાવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હિમતનગર ખાતે સાબર ડેરીના રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતુ. તેમના દ્વારા સાબર ડેરી ખા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હિમતનગર ખાતે સાબર ડેરીના રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતુ. તેમના દ્વારા સાબર ડેરી ખાતે 300 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 120 MTPD પાવડર પ્લાન્ટ્નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, સાબર ડેરીનો વિસ્તાર થઇ રહ્યો છે. નવા ચીઝ પ્લાન્ટથી સાબર ડેરીને મદદ મળશે આ પ્રસંગે તેમના દ્વારા દિવંગત લોકો જયેન્દ્રસિંહ રાઠોડ, ધિમંત પટેલ, ગજેન્દ્ર પ્રજાપતિ, વિનોદ તુલસીભાઇ, ડાયાભાઇ ભટ્ટ પ્રવિણભાઇ પરમાર સહિતના લોકોને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ બનાસ ડેરીનો પાયોન નાખનાર ભૂરાભાઇને પણ યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, આજે સાબર ડેરીના કરોડો રૂપિયાના પ્લાન્ટ બન્યા છે. તેની સાથે જ સાબર ડેરીની ક્ષમતામાં વધારો થયો હોવાનું પણ કહ્યું હતુ .આજે નવા પ્લાન્ટનું ભૂમિ પુજન પણ કરવામાં આવ્યું. સાબરકાંઠામાં રોજ કઈક નવું થતું દેખાય. અહી આવું એટલે બધાની યાદ આવે છે. સાબરકાંઠા સાથે જૂનો નાતો રહ્યો છે. ઇડર આવું એટલે અનેક પરિવાર સાથે મળવાનું થાય.
પ્રધાનમંત્રીએ જૂની યાદો તાજી કરતા જણાવ્યું હતુ કે, બે દશક પેહલા શું સ્થિતિ હતી તે બધાએ જોઈ છે. ગુજરાત અતિ વરસાદથી જજુમી રહ્યું છે. ગુજરાતમાં વરસાદ આવે તે જ સુખ અને સંતોષ છે. એક સમયે ગુજરાતમાં દુષ્કાળ પડતો હતો. લોકોને ભારે તકલિફ પડતી હતી ત્યારે એક સંકલ્પ કર્યો હતો જે કે, ગામડાઓની સ્થિતિ બદલવી છે. આજે ડેરીએ પ્રગતિના નવા અવસરો આપ્યા છે. પશુ આરોગ્ય કેમ્પમાં ગયોનું પેટ કાપેતો પ્લાસ્ટિક નીકળતું હતુ. એટલે જ આજે પ્લાસ્ટિક બંધ કરાવ્યું છે. પશુ જો બીમાર થાય તો મહિલાઓ આર્યુવેદિક દવાથી ઉપચાર કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિજળીની પરિસ્થિતિ ઉપર બોલતા જણાવ્યું હતુ કે, પહેલા ગુજરાતમાં સાંજે વિજળી નહોતી મળતી પરંતુ જ્યારથી જ્યોતિ ગ્રામ યોજના આવી છે ત્યારથી ગુજરાતના ઘરોમાં અજવાળુ આવ્યું છે. તેનાથી ગુજરાતની ડેરી માર્કેટમાં પણ 1 લાખ કરોડ સુધી પહોચ્યું છે. પહેલા પુરુષોનું ડેરી પર વર્ચસ્વ હતુ. પરંત આઝે મહિલાઓ તેમનું સ્થાન લીધુ છે. દુધ સમિતિમાં આજે મહિલાઓને સ્થાન છે. દેશમાં આજે 10 હજાર કિસાન ઉત્પાદક સંઘનું કામ ચાલી રહ્યુ છે.
પ્રધાનમંત્રીએ ખેડૂતો મામલે બોલતા જણાવ્યું હતુ કે, છેલ્લા 8 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોના કારણે અનેક રાજ્યોમાં ખેડૂતોની આવક વધી છે. જે યુરિયા ખાતરની બોરી સરકારને 3500 રૂપિયામાં પડે છે તે ખેડૂતોને 300 રૂપિયામાં આપવામાં આવે છે. સરકારે આંતરરાષ્ટ્રીય ભાવવધારાની અસર ખેડૂતોને પડવા નથી દિધી. આજે શામળાજીનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. 1300 કરોડના ખાર્ચે સામળાજીના રસ્તાનું કામ કરવામાં આવી રહ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા નિમાયેલા દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને યાદ કરીને દેશ માટે ગૌરવની વાત ગણાવી હતી. આ સાથે જ આદિવાસીઓ દ્વારા આઝાદીની લડાઇમાં આપવામાં આવેલા યોગદાનને પણ યાદ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, આદિવાસીઓના આ જ યોગદાનને યાદ રાખવા માટે તેમના માટે મ્યુઝિમ પણ બનાવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
