For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્વિઝ ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’માં ૧૬.૪ર લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યાં છે જીતુભાઈ વાઘાણી

‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો ગત તા.૭ જુલાઈ,૨૦૨૨ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી અમદાવાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ક્વિઝ’માં હાલ કુલ ૧૬.૪ર લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યાં છે. જેમાં શાળાકક્ષાએ ૧૪.૨૩ લાખથી વધુ, કોલ

|
Google Oneindia Gujarati News

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ'નો ગત તા.૭ જુલાઈ,૨૦૨૨ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી અમદાવાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ક્વિઝ'માં હાલ કુલ ૧૬.૪ર લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યાં છે. જેમાં શાળાકક્ષાએ ૧૪.૨૩ લાખથી વધુ, કોલેજકક્ષાએ ૧.૧૩ લાખથી વધુ જ્યારે અન્ય ૧.૦૪ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા છે જે ગૌરવની બાબત છે.

JITU VAGAHANI

ધોરણ ૯ ધી ૧૨ શાળાકક્ષાના તેમજ કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત વધુમાં વધુ નાગરિકોને ક્વિઝમાં ભાગ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કરતાં કહ્યું હતું કે, આ ક્વિઝમાં દરરોજ ૨૦૦ ક્વિઝની ડિજિટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થાય છે.

આ સ્પર્ધામાં શાળાકક્ષાના પ્રથમ વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- તૃતીય વિજેતાને રૂ.૭,000, કોલેજ-યુનિવર્સિટી કક્ષાના પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૨૦,000/- તૃતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે. લાઈવ ક્વિઝમાં શાળા અને કોલેજ-યુનિવર્સિટીના ૨,૨૦૦થી વધુ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકા અને વોર્ડ કક્ષાના કુલ ૯ રાઉન્ડમાંથી તા.૧૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ પહેલો રાઉન્ડ શરુ કરાયો હતો તેમ તેમણે જણાવ્યું હતું.

English summary
PM to be present at the closing ceremony of 'Gujarat Gyan Quiz'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X