શરમજનકઃ ‘આપ’ નેતાનો સગીરા પર 10 વખત બળાત્કાર
ગાંધીનગર, 19 નવેમ્બરઃ આમ આદમી પાર્ટી પોતાને પ્રામાણિક અને આમ આદમીની પાર્ટી તરીકે દર્શાવે છે. નિયમો અને કાયદાઓનું પાલન કરનારી પાર્ટી તરીકે પ્રસ્તૃત કરે છે, પરંતુ હવે આમ આદમી પાર્ટીના એક નેતાએ એવું કામ કર્યું છે, જેના કારણે આમ આદમી પાર્ટીના ચહેરા પરનો નકાબ ઉતરી ગયો છે.
આપ નેતાના કામે બધાને શરમજનક પરિસ્થિતિમાં મુકી દીધા છે. આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટના પોરબંદર જિલ્લાના નેતા મનસુખ ઢોકઇ પર સગીરા પર 10 વખત બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે સગીરાની ફરિયાદ બાદ આપ નેતાની ધરપકડ કરી છે.

પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છેકે દિવાળીના તહેવાર દરમિયાન તેના પર 10 વાર બળાત્કાર કરવામાં આવ્યો. 17 વર્ષીય સગીરાએ જણાવ્યું કે તે નેતાને મામાજી કહેતી હતી, તેણે જણાવ્યું કે, ઢોકઇએ પહેલીવાર સગીરા પર બળાત્કાર બે વર્ષ પૂર્વે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નજીક એક હોટલમાં કર્યો હતો.
પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આપ નેતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ પીડિતાના મેડિકલ રિપોર્ટની પ્રતિક્ષા કરી રહી છે. બીજી તરફ આરોપમાં ઘેરયેલા ઢોકઇનું એવું કહેવું છેકે સગીરાના પિતાએ ષડયંત્ર હેઠળ આવું કરાવ્યું છે. સાચી હકીકત પોલીસ તપાસમાં બહાર આવે તેવી શક્યતાઓ છે.












Click it and Unblock the Notifications
