For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ ગ્રેડ પે મામલો: 4 જિલ્લાના પોલીસ કર્મીઓને નવી કમિટીનું તેડું

ગુજરાત પોલીસ ગ્રેડ પે વધારવાની માગનો મામલે IGP બ્રિજેશ ઝાના અધ્યક્ષ સ્થાને કમિટીનું ગઠન થયું છે. જેની પ્રથમ બેઠક 3 નવેમ્બરના રોજ મળશે. કમિટી પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળશે જેના માટે કમિટીએ ગાંધીનગર,મહેસાણા,પાટણ,બનાસકા

|
Google Oneindia Gujarati News

ગુજરાત પોલીસ ગ્રેડ પે વધારવાની માગનો મામલે IGP બ્રિજેશ ઝાના અધ્યક્ષ સ્થાને કમિટીનું ગઠન થયું છે. જેની પ્રથમ બેઠક 3 નવેમ્બરના રોજ મળશે. કમિટી પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળશે જેના માટે કમિટીએ ગાંધીનગર,મહેસાણા,પાટણ,બનાસકાંઠા પોલીસ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. જે કોઈ રજૂઆત હશે તેને પ્રથમ બેઠકમાં સાંભળવામાં આવશે બાદ તેના પર મંથન કરવામાં આવશે.

Police

પોલીસ ગ્રેડ પેનો મામલો વેગ પકડતા કરાઇ હતી કમિટીની જાહેરાત

CM, રાજ્ય ગૃહ મંત્રી અને DGPની બેઠક બાદ 28 ઓકટોબરના રોજ પોલીસ ગ્રેડ પેને લઈ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી.પત્રકાર પરિષદમાં પોલીસ વડા આશિષ ભાટીયાએ કહ્યું હતું કે ગ્રેડ પે તેમજ અન્ય માંગોને લઈ સરકારે એક કમિટીના ગઠનનો નિર્ણય કર્યો છે. જેમાં 5 જેટલા પોલીસના ઉચ્ચ અધિકારીઑની બ્રિજેશ ઝાના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવાઇ છે.જે સૂચિત સમયગાળામાં વિવિધ માંગ પર અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે જે બાદ સરકાર કોઈ યોગ્ય જાહેરાત કરશે. સાથે જ કહ્યું હતું કે કમિટીની રચના બાદ હવે પછી કોઈ કર્મચારી કાયદા વિરુદ્ધ વર્તન કરશે તો કડક પગલાં લેવામાં આવશે. ત્યારે હવે 3 નવેમ્બરે કમિટીની પ્રથમ બેઠક મળશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
કોણ કોણ છે કમિટીમાં?
ગુજરાતના IGP બ્રિજેશ ઝાના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવા આવી

  • ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી જિગર પટેલ
  • DG ઓફિસના ચીફ ફાયનાસિયલ ઓફિસર સ્મૃતિ પાઠકનો સભ્ય સચિવ તરીકે સમાવેશ
  • નાણાં વિભાગના અધિકારીનો પણ કમિટીમાં સમાવેશ

229 પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ
આંદોલન પૂર્ણ થયા બાદ પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. જેમા આદોલનને સમર્થન આપનારા 229 પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરવામાં આવશે જેને લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ સમંગ્ર મામલે પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે.
એક પોલીસકર્મી સહિત 6 લોકો સામે ફરિયાદ
ગ્રેડ પે આંદોલનને લઈને પોલીસકર્મીઓ સામે શિસ્તભંગની નોટિસતો ફટકારવામાં આવી છે. આંદોલનને લઈને એક પોલીસકર્મી સહિત 6 લોકો સામે તો ફરિયાદ પણ નોધાઈ છે. જેથી આંદોલન સમાપ્ત થયા બાદ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગચો છે.

English summary
Police Grade Pay Case: A new committee Called the police personnel of 4 districts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X