પોલીસે જુગાર ધામ પર રેડ પાડી ૨૪ જુગારીઓને ઝડપ્યા

Subscribe to Oneindia News

અમદાવાદ : પોલીસે બાતમીના આધારે જુગારધામ ઝડપી પપાડ્યું છે. પોલીસે ગોમતીપુર વિસ્તારમાં દ્રારકાધીશ ની ચાલી માં મુસ્તાક શેખ નામના મકાનમા પોલીસે રેડ પાડી હતી. પોલીસે જુગાર ધામમાં રેડ 24 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. જો કે પોલીસને જોઈને જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ ભાગવા જતા પોલીસે તમામને ઝડપી પાડ્યા છે. પોલીસે આ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અહીં જુગાર રમવા લોકોને અલગ અલગ જગ્યાએથી આવતા હતા. પોલીસે જુગારીઓને ઝડપી તમેની પાસેથી 49 હજાર રોકડા, પાંચ વાહન અને મોબાઇલ સહીત ફુલ 1 લાખના મુદ્દામાલ ને જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

gambler in ahmedabad

નોંધનીય છે કે આ પહેલા પણ અમદાવાદના અનેક જાણીતા સ્થળોથી જુગારધામ પકડાઇ ચૂક્યા છે. ત્યારે અમદાવાદમાં વારંવાર પકડાઇ રહેલા આ જુગારધામના કેસો જોઇને લાગી રહ્યું છે કે અમદાવાદ જુગારીઓનું હોટ ફેવરેટ બની રહ્યું છે. અને અહીં અનેક જગ્યાએ છાની છૂપી રીતે પોલીસથી બચીને આવા જુગારધામ ચલાવવામાં આવી રહ્યા છે. જો કે લાંબા સમય સુધી તે પોલીસના સકંજામાંથી બચી નથી શકતા.

English summary
Ahmedabad: Police raid at ahmedabad and arrested 24 gambler, Read here more on this news.
Please Wait while comments are loading...