અમદાવાદ શહેરમાં જીમખાનાની આડમાં જુગારખાનું ઝડપાયું

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરમાં વધુ એક વાર ધમધમતા જુગારખાના પર પોલીસે દરોડો પાડ્યો છે. પીસીબી અને એફ ડીવિઝન પોલીસે સંયુકત રીતે રેડ કરી મનપસંદ જીમખાનાની આડમાં ચાલતા જુગારખાાના અને 60થી વધુ જુગારીઓની ધરપકડ કરી છે. દરિયાપુર તંબુ ચોકી વિસ્તારમાં આવેલ મોટા વાઘજીની ચાલીમાં મનપસંદ જીમખાનામાં જુગાર રમાતા હોવાની બાતમી મળી હતી. તે પછી પીસીબી અને એફ ડિવીઝન એસીપીએ પોલીસ ટીમ સાથે રેડ કરતા જુગારધામને પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં જુગારધામ ચલાવતા મનપસંદ જીમખાનાના ગોવિંદ પટેલ સહિત 60 થી વઘુ લોકોની ધરપકડ કરાઈ છે.

jugar

જુગારધામ જીમખાનાથી અંદર બીજા મકાનમાં આ ગોરખધંધો ચલાવવામાં આવતો હતો. ત્યારે પીસીબી અને એફ ડિવીઝનને મનપસંદ જીમખાનામા રેડની મોટી સફળતા મળી છે. હવે પોલીસ એ તપાસમા લાગી છે કે ગોવિંદ પટેલ કેટલા સમયથી આ રીતે જુગાર ધામ ચલાવતો હતો. નોંધનીય છે કે જીમખાનામાં અનેક જગ્યા સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા હતા. જેથી તમામ જુગારી અને બહાર અવર જવર કરતા લોકો પર નજર રાખી શકાય.

English summary
Police raid at Manpasand Gymkhana in Ahmedabad for gambling. Read here more.
Please Wait while comments are loading...