For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પ્રચારમાં પ્રાણીઓનો ઉપયોગ પ્રતિબંધિત : EC

|
Google Oneindia Gujarati News

ec
અમદાવાદ, 19 ઑક્ટોબર : ચૂંટણીપંચે ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રાણીઓને ઉપયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ચૂંટણીપંચે વ્યક્તિગત ધોરણે અને સંસ્થાઓ તરફથી મળેલી અરજીઓને ધ્યાનમાં લઇને આ નિર્ણય લીધો છે.

ચૂંટણીપંચે બહાર પાડેલા એક આદેશમાં જણાવ્યું છે કે "અમને અરજીઓ મળી હતી કે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટીઓ અને ઉમેદવાર દ્વારા કરવામાં આવતા પ્રાણીઓના ઉપયોગમાં તેમના પર ક્રુરતા દાખવવામાં આવે છે. તેમના પર બિનજરૂરી વજન નાખવામાં આવે છે, તેમના પર સૂત્રો ચિતરવામાં આવે છે અને નુકસાનકારક કમિકલનો ઉપયોગ કરીને ચિહ્નો ચિતરવામાં આવે છે. જે ખોટું છે. આ કારણે બંધારણની કલમ 51 એ (જી)નો ભંગ ના થાય તે માટે આ નિર્ણય લીધો છે."

ચૂંટણીપંચે કોઇ પણ પક્ષી કે પ્રાણીનું ચૂંટણી ચિહ્ન ધરાવતી પાર્ટીઓને ખાસ સૂચના આપી છે કે તેમના દ્વારા તેનું ઉલ્લંઘન ના થાય. કોઇ પણ પ્રકારના દેખાવોમાં પ્રાણીઓનો ઉપયોગ કરવો નહીં.

English summary
Political parties can not use animals for election campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X