હાર્દિક પટેલ : બે વર્ષમાં હાર્દિકે તેવું તો શું કર્યું કે આખો દેશ તેને જાણે છે

Written By:
Subscribe to Oneindia News

2015 સુધી હાર્દિક પટેલને જેને ભાગ્યે જ કોઇ જાણતું હતું તેને 2017માં હાર્દિક પટેલ કોણ છે તે વાત આખો દેશ જાણે છે. બે વર્ષમાં હાર્દિક પટેલ રાજકીય અને વ્યક્તિગત બન્ને રીતે આગળ આવ્યો છે. જ્યાં પહેલા તેમના ભાષણમાં અધિરાઇ દેખાતી હતી ત્યાં આજે તેના ભાષણમાં તેની ગંભીરતા આવી છે. આજે ગુજરાતમાં ચાલી રહેલા પટેલ અનામત આંદોલનને લઈને જે સ્થિતિ ઉભી થઈ છે, તેના કારણે આજે સૌ કોઈ હાર્દિક પટેલનો સાથ ઇચ્છે છે. રાહુલ ગાંધી હોય કે અમિત શાહ, એનસીપીના પ્રફુલ્લ પટેલ હોય કે નિતિશ કુમાર ગુજરાતમાં હાર્દિકે બે વર્ષના ટૂંકા ગાળામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અને તે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક મહત્વનું ફેક્ટર બનીને બહાર આવ્યો છે. ત્યારે હાર્દિક પટેલ વિષે થોડું વધુ જાણો અહીં...

ઝીરો માંથી હિરો

ઝીરો માંથી હિરો

25મી ઓગસ્ટના રોજ હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારો માટે અનામતની માંગ સાથે મહારેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. પહેલી વાર નેશનલ મીડિયાને ધ્યાનમાં રાખી હાર્દિકે આ દિવસે હિન્દીમાં ભાષણ કર્યું હતું. તેણે કહ્યું કે અમે અહીં ભીખ માંગવા નહીં પણ પોતાનો હક માંગવા આવ્યા છીએ. અનામત ના મળી તો સરકાર ઉથલાવી દેશું. તેવા આવા ચોટદાર ભાષણ જ આવનારા સમયમાં તેમની ઓળખ બન્યા અને તે એક યુવા નેતા તરીકે જાણીતો થયો.

પ્રવિણ તોગડિયાનો માણસ?

પ્રવિણ તોગડિયાનો માણસ?

હાર્દિક વિરમગામના એક સામાન્ય પટેલ કુંટુંબમાંથી આવે છે. 20 જુલાઇ 1993માં હાર્દિકનો જન્મ થયો હતો. આંદોલન પહેલા તે અમદાવાદ રૂરલ વિસ્તારમાં સબમર્સિબલ પંપાના વ્યવસાય સાથે જોડાયેલો હતો. તેણે અમદાવાદની જ સહજાનંદ કોલેજમાંથી 50 ટકા કરતા ઓછા માર્કેસે તેણે બીકોમ કર્યું છે. હાર્દિક પટેલ અનામત આંદોલનથી જોડાયો તે પહેલા પિતા ભરતભાઇ પટેલ જે ભાજપ સાથે જોડાયેલા હતા. અને તે પણ ભાજપ અને વિશ્વ હિંદુ પરિવાર સાથે જોડાયેલો હતો. તેને એક સમયે પ્રવિણ તોગડિયાનો માણસ પણ કહેવામાં આવતો હતો. પાછળથી અનામતની માંગ સાથે હાર્દિક પટેલ PASS એટલે કે ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર બન્યો.

જેલે આપી ફેમ

જેલે આપી ફેમ

રાષ્ટ્રદોહ જેવા સંગીન આરોપમાં હાર્દિક પટેલને જેલની સજા થઇ પણ જેલે તેની રાજકીય કારકિર્દીને નવો રૂપ આપ્યો. જેલની અંદર હાર્દિક એક સામાન્ય પાટીદાર નેતા તરીકે ગયો હતો. જેલની બહાર તે ગુજરાતના રાજકારણની નવી શક્તિ નવો ચહેરો બનીને બહાર આવ્યો. તેના ભાષણ પર વધુ સુધર્યા. અને પહેલા જે 100-200ના ટોળા જામતા હતા તે હવે હજારથી વધુના થયા.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

હાર્દિક પટેલે હાલમાં જ કહ્યું કે તે દોઢ વર્ષ સુધી કોઇ પણ પાર્ટીમાં જોડાવા નથી માંગતો. વધુમાં વિધાનસભાની ચૂંટણી માટે 25 વર્ષની આયુ પણ જોઇએ. હાલ ભલે તે કોંગ્રેસ અને ભાજપ બન્ને પણ આડકતરી રીતે પ્રેશર ઊભું કરી રહ્યો હોય. પણ તે વાત બધા જ જાણે છે હાર્દિક પટેલ રાજકારણમાં લાંબું ટકવાનો છે. જો કે આ વાત માટે હાર્દિક પટેલની આવનારી નીતિઓ પણ એટલી જ જવાબદાર છે. તે તેની પાસે રહેલી યુવા શક્તિનો કેમ અને કેવા ઉપયોગ કરે છે તે વાત પર બધુ નક્કી થાય તેમ છે.

English summary
political profile of Hardik Patel gujarat assembly election 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.