For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પર રાજકારણ શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shinde-manmohan-modi
ગાંધીનગર, 22 જાન્યુઆરી: હૈદરાબાદના એકદમ ગીચ અને વ્યસ્ત દિલસુખનગર વિસ્તારમાં મોડી રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં 14 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 100થી વધુ લોકો ધાયલ થયા છે. આ વિસ્તારમાં એક પછી એક શક્તિશાળી આઇઇડી વિસ્ફોટ થયા હતા. મૃતકોના આંકડાની પુષ્ટિ આજે કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કરી હતી. તેમને કહ્યું હતું કે 119 લોકો ઘાયલ થયા તથા છ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઇજાગ્રસ્ત લોકોમાં કેટલાકની સ્થિતી ચિંતાજનક છે.

સાઇબરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોર્ણાક અને વેંકટાદિરી થિયેટરો નજીક એક ઢાબાની બહાર બે સાયકલો પર બાંધવામાં રાખવામાં આવેલા આઇઇડી વિસ્ફોટ વ્યસ્ત સમયે થયો હતો જ્યારે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હોવાથી અફરાતફરી મચી હતી અને લોકો સુરક્ષા માટે આમતેમ દોડધામ કરવા લાગ્યા હતા.

શુક્રવારે સવારે કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતીનું..... કર્યું હતું. સુશીલ કુમાર શિંદેના જણાવ્યા અનુસાર બોમ્બ બ્લાસ્ટ પહેલાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તે નોમર્લ એલર્ટ હતો અને તેની વધુ જાણકારી ગુપ્તચર પાસે ન હતી. આ અંગે સુશીલ કુમાર શિંદે આજે બંને સદનોમાં નિવેદન આપશે.

હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટને તપાસ માટે રાજ્ય સરકારે પોલીસ બે ટીમ બનાવી છે. સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે એનઆઇએ તપાસમાં રાજ્ય પોલીસની તપાસ કરશે. ફોરેન્સિક રિપોર્ટના જણાવ્યા અનુસાર હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટમાં આતંકવાદીઓએ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટના અનુસાર બોમ્બનું વજન ત્રણ કિલોથી વધુ હતું. દરેક બોમ્બમાં એમોનિયમ નાઇટ્રેટની સાથે એક કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સુશીલ કુમાર શિંદે કહ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલુ છે. તેમને તેના માટે કોઇપણ આતંકવાદી સંગઠનનું નામ લીધું નથી. તેમને કહ્યું હતું કે તપાસ પુરી થયા બાદ તે અંગે ખુલાસો કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનો અને ધાયલોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમને પોલીસની લાપરવાહી ન હોવા અંગે પણ સ્પષ્ટ કર્યું હતું. તેમને કહ્યું હતું કે ગુપ્તચર વિભાગને કોઇ ખાસ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ કરાવવાની નક્કર જાણકારી મળી ન હતી.

હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની આડમાં રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આજે આંધ્ર પ્રદેશ ભાજપે હૈદરાબાદ બંધનું આહવાન કર્યું છે જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કિરણ રેડ્ડીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુનેગારોને જલદી પકડવામાં આવશે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કિરણ રેડ્ડી ભલે વિશ્વાસ આપતાં રહે કે બોમ્બ વિસ્ફોટના ગુનેગારોને જલદી પકડી લઇશું પરંતુ સત્તારૂઢ કોંગ્રેસના નેતાઓના નિવેદનથી તો સરકારી લાચારી પ્રતિબિંદિત થાય છે.

બોમ્બ વિસ્ફોટની આડમાં રાજકારણ ચમકાવાના પ્રયત્નો તેજ થઇ ગયા છે. આંધ્ર પ્રદેશ ભાજપ બોમ્બ વિસ્ફોટને લઇને આજે હૈદરાબાદ બંધનું આહવાન કર્યું છે તો બીજી તરફ ભાજપના નેતાઓ એમ કહી રહ્યાં છે કે આ સમય આરોપ-પ્રત્યારોપનો નથી.

એમઆઇએમના સાંસદ અસદદુદ્દીન ઓવૈસીએ શાંતિ અને અમન જાણવી રાખવાની અપીલ કરી છે. ઓવૈસીએ એમપણ કહ્યું છે કે અફવાઓ પર ધ્યાન ન આપે. આ દરમિયાન દિલસુખનગર વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ વિસ્તારમાં નેતાઓનો મેળાવડો જામ્યો છે. આજેપણ કેટલાક નેતાઓ અહીં આવશે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે આ પ્રકારની કાયરતાપૂર્ણ કૃત્ય શાંતિ અને સૌહાર્દમાં ખલેલ પહોંચાડનારી છે. આવા હુમલાઓ સહન કરવામાં નહી આવે. અમે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરીએ છીએ.

વડાપ્રધાન મનમોહન સિંહે ગુરૂવારે સાંજે હૈદરાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે હુમલા દોષીને છોડવામાં નહી આવે. જ્યારે સોનિયા ગાંધી પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની ક્ષમતા પર સવાલ ઉભો કર્યો હતો. કોંગ્રેસ નેતા મનુ સિંઘવીનું કહેવું છે કે જ્યારે ગૃહ મંત્રીનું પ્રમોશન તેમની કાર્યક્ષમતાના આધારે નહી પણ તેમની વફાદારીના આધારે થયું છે. તો આવા સમયે તેમની પાસે શું અપેક્ષા રાખી શકાય?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટ અંગે જણાવ્યું હતું કે આ નિંદનીય ઘટના છે. ભવિષ્યમાં આવા બોમ્બ વિસ્ફોટ રોકવા માટે સરકારે યોગ્ય પગલાં ભરવા જોઇએ. આશા છે કે સરકાર બોમ્બ વિસ્ફોટમાં મૃત્યું પામેલ તથા ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલીક જરૂરી રાહત આપે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હૈદરાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટના સમાચાર ખૂબ જ દુખદાયી છે. જે પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદનાઓ છે. ત્યાં શાંતિ સ્થાપિત થાય તે માટે હું પ્રાર્થના કરું છું.

લોકસભાના સ્પિકર મીરા કુમારે વિસ્ફોટમાં મૃત્યું પામેલા લોકો પ્રત્યે શોક વ્યકત કર્યો હતો અને પરિવારજનો પ્રત્યે સંવેદના જાહેર કરી હતી.

English summary
Prime Minister Manmohan Singh said "I appeal to the public to remain calm and maintain peace."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X