For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે 8684 ગ્રામ પંચાયતમાં થશે મતદાન, 8560 સરપંચ અને 53 હજાર ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

રાજ્યની 8,684 ગ્રામ પંચાયતોમાં 8,560 સરપંચ અને 53,000 સભ્યો માટે આજ રોજ એટલે કે 19 ડિસેમ્બરના રોજ મતદાન છે. જેમાં સરપંચના પદ માટે 27,200 તેમજ 53,507 સભ્ય પદ માટે 1,19,998 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : રાજ્યની 8,684 ગ્રામ પંચાયતોમાં 8,560 સરપંચ અને 53,000 સભ્યો માટે આજ રોજ એટલે કે 19 ડિસેમ્બરના રોજ મતદાન છે. જેમાં સરપંચના પદ માટે 27,200 તેમજ 53,507 સભ્ય પદ માટે 1,19,998 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ અગાઉ ચૂંટણી પંચ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, મતદાન પ્રક્રિયામાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.

voters

આ અંગે રાજ્યિના ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતો માટે વિવિધ જિલ્લાઓમાં 23,097 મતદાન મથકો પર 1.82 કરોડ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. મતદાન પ્રક્રિયા દરમિયા કોરોના ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરાવવા માટે અને શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે સ્થાનિક અને ગ્રામ્ય સ્તરની ચૂંટણી સૌથી મહત્વની ગણાતી હોય છે. જેમાં કોઈપણ રાજકીય પક્ષ પોતાની ચિહ્નનો ઉપયોગ કરતી નથી, પરંતું પોતાના સમર્પિત ઉમેદવારોને જીતાડવા માટેના શક્ય તમામ પ્રયાસો કરે છે.

આ ચૂંટણીમાં પ્રથમ વાર મોટી ચૂંટણીની જેમ અનેક ગામોમાં મતદારોને આકર્ષવા માટે ઉમેદવારોએ પરંપરાગત નુસખા તેમજ વિવિધ પ્રકારના ઉપહારોની વહેંચણી કરીને સ્પર્ધાનું તત્વું ઉમેર્યું છે.

નોંધનીય છે કે, રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગયા મહિને 10,812 ગ્રામ પંચાયતમાં 10,221 સરપંચ તેમજ 89,049 વોર્ડ સભ્યો માટે 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી 1,197 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરિફ થઈ છે, આ સાથે 9,669 સભ્ય બિનહરિફ જાહેર થયા છે.

આ ઉપરાંત 6,446 ગ્રામ પંચાયત આંશિક રીતે બિનહરિફ થઈ છે. જેમાંથી 451 સરપંચ તેમજ 26,254 સભ્ય બિનહરિફ થયા છે. આ સાથે 2,651 ગ્રામ પંચાયત, 65 સરપંચ અને 3,155 સભ્યની જગ્યા માટે રાજકીય પક્ષના પ્રેરિત ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

English summary
Polling will be held in 8684 gram panchayats today, 53 thousand candidates will contest against 8560 sarpanch seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X