પ્રચાર પડઘમ શાંત, મંગળવારે ગુજરાતની 26 લોકસભા સીટ પર થશે મતદાન
અમદાવાદઃ 23 એપ્રિલ 2019ના રોજ મંગળવારે ગુજરાતની 26 લોકસભા સીટ સહિત 14 રાજ્યોની કુલ 115 લોકસભા સીટ પર મતદાન થનાર છે. કાલે ગોઆ (2), ગુજરાત(26), કેરળ (20), દાદરા-નગર હવેલી (1) અને દિવ-દમણની (1) બધી જ સીટ પર કાલે એક જ તબક્કામાં મતદાન થનાર છે. જ્યારે આસામ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાની કેટલીક સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થનાર છે. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની થોડી-થોડી સીટ પર સાતેય તબક્કામાં મતદાન થનાર છે. ત્યારે કાલે ગુજરાતની તમામ 26 સીટ પર લોકસભા ચૂંટણી થનાર હોય પ્રચાર પડઘઘમ શાંત થઈ ગયો હતો. જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભાની સાથે તાલાળા અને ઉંઝા વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થનાર છે.
જણાવી દઈએ કે ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર કાલે મતદાન થનાર છે અને 23મી મે 2019ના રોજ પરિણામ જાહેર થનાર છે. હાલ ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર ભાજપની પકડ મજબૂત છે. ગુજરાતમાં 1995થી ભાજપની જ સરકારનું રાજ ચાલી રહ્યું છે અને 2014 લોકસભા સીટ પર તમામ સીટ પર ભગવો લહેરાયો હતો. જો કે હવે જોવાનું રહેશે કે ભાજપ 26 સીટ પર દબદબો જાળવી રાખવામાં સફળ રહેશે કે પછી કોંગ્રેસ ભાજપની મુશ્કેલી વધારશે.
જો કે મુખ્યરૂપે ખેડૂતો ભાજપથી નારાજ હોય ગ્રામીણ વિસ્તારમાં ભાજપે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, આ વખતે ભાજપે પણ ગુજરાતમાં કેટલાય સાંસદોની ટિકિટ કાપી છે અને નવા ચેહરાઓને પણ મોકો આપ્યો છે. ત્યારે કાલની જંગ ખડાખડીની જંગ હશે. મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
ગુજરાતના અમદાવાદમાં અમિત શાહનો રોડ શૉ, લોકોની ભારે ભીડ જમા