પોરબંદર : વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર યોજાયો
Porbandar: પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરીના રોજ વી. જે. મોઢા કોલેજ, પોરબંદર ખાતે વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર, વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ સેમિનારનું આયોજન થયું હતું.

સેમિનારમાં વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્રના ઓવરસીઝ કાઉન્સેલર હાર્દિક મહેતા દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને વિદેશ રોજગાર અને અભ્યાસ વિષે માર્ગદર્શન આપ્યુ હતું. આ સેમિનારમાં પાસપોર્ટ ઇસ્યુ થવા માટેની પ્રક્રિયા, નિયમો, દસ્તાવેજો, વિઝા, વિદેશમાં અભ્યાસ / રોજગારીની તકો, લોન, સરકારી યોજનાઓ, વિદેશ ગમન માટે તથા ફ્રોડ તથા અન્ય વિદેશ રોજગારને લગતા મુદ્દાઓ વિષે ઊંડાણપૂર્વક માહિતી માર્ગદર્શન અપાયુ હતું.
આ સેમિનારમાં વિદેશ રોજગારલક્ષી પ્રશ્નોત્તરી કરવામાં આવેલ હતી, જેમાં વિદ્યાર્થીઓને વિદેશ રોજગારલક્ષી પ્રશ્નોનું સામાધાન આપવામાં આવેલ હતું. રોજગાર અધિકારી ડી. એ. પરમારના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન કરાયુ હતું.












Click it and Unblock the Notifications
