પ્રધાનમંત્રી આવાસ યોજનાએ અમને જર્જરિત મકાનમાંથી બહાર નીકળ્યા
Pradhan Mantri Awas Yojana: ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડિનાર, પ્રાચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ 959 આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા.

આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી લાભાર્થીઓએ આવાસ યોજના અંગે પોતાના સુખદ અનુભવ જણાવ્યા હતાં. જેમાંથી વેરાવળ તાલુકાના ગુણવંતપુરના વાજા દેવશીભાઈએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમારું મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં હતું.
મકાન બનાવી શકીએ એટલી આર્થિક પરિસ્થિતિ પણ ન હતી. જે બાદ અમને ગ્રામ પંચાયતના તલાટી અને ગ્રામ સેવક દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળી અને કોઈ પણ મુશ્કેલી વિના સરકાર તરફથી પાક્કું મકાન બનાવવા માટે 1.20 લાખની સહાય મળી તેમજ મનરેગા સ્કીમ અંતર્ગત બીજા 21 હજાર આપવામાં આવ્યા હતા. આમ મને કુલ 1.41 લાખની સહાયથી મારા સપનાનું ઘરનું ઘર મળ્યું હતું.
આમ કહી તેમણે સરકાર અને વહીવટીતંત્રના ઉત્તમ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
