વીજ બીલમાંથી મળશે મુક્તિ, આ રીતે કરો યોજનામાં અરજી

Pradhan Mantri Suryaghar Yojana : ગરીબ તેમજ મઘ્યમ વર્ગના પરિવારોને મફત વીજળી આપવા માટે અને સૌર ઊર્જાને પ્રોત્સાહિત કરવા માટે પીએમ સૂર્યઘર યોજના 2024 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે.

પીએમ સૂર્યઘર યોજના 2024નો મુખ્ય ઉદ્દેશ્ય એક કરોડ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજનાના માધ્યમ દ્વારા રૂપિયા 75000 કરોડના રોકાણ હેઠળ ભારતના એક કરોડ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા વીજળી પહોંચાડવામાં આવશે.

જેના ઉપર કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી પૂરી પાડવામાં આવશે. આ યોજનાથી લોકો માટે મફત વીજળીના સપના સાકાર થશે. આ સાથે સરકાર માટે વીજળીના ખર્ચમાં પણ ઘટાડો થશે, પુનઃ પ્રાપ્ય ઊર્જામાં વધારો થશે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.

Pradhan Mantri Suryaghar Yojana

પીએમ સૂર્યઘર યોજનામાં પ્રથમ 1 થી 2 કિલોવોટ સુધી પર કિલોવોટ રૂપિયા 30000 એટલે કે 2 કિલોવોટ સુધી રૂપિયા 60000 અને ત્યારબાદ વધારાના 1 કિલોવોટ પર રૂપિયા 18000 એટલે કે 1 થી 3 કિલો વોટ સુધી રૂપિયા 78000 સબસીડી મળવા પાત્ર થશે. જે ગ્રાહકના બેંક ખાતામાં સીધી જમાં કરવામાં આવશે.

ઉદાહરણ દ્વારા સમજીએ તો જો વપરાશ 1 થી 150 યુનિટનો હોય તો 1 થી 2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવાથી રૂપિયા 30000 થી 60000 સુધીની સબસીડી મળવા પાત્ર થશે. જો વપરાશ 150 થી 300 યુનિટનો હોય તો 2 થી 3 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાથી રૂપિયા 60000 થી રૂપિયા 78000 સુધીની સબસીડી મળવાપાત્ર થશે અને જો 300 યુનિટથી વધુ વપરાશ હોય તો 3 કિલોવોટથી વધુની સોલાર સિસ્ટમ લગાવવાથી વધુમાં વધુ રૂપિયા 78000 સુધી સબસીડી મળવા પાત્ર થશે.

સોલાર સીસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા 1 કિલોવોટ માટે સરેરાશ 100 સ્કેવર ફૂટની જગ્યામાં થઈ શકે છે. એટલે કે 2 કિલોવોટ માટે 200 સ્ક્વેર ફૂટ અને 3 કિલોવોટ માટે સરેરાશ 300 સ્ક્વેર ફૂટની જગ્યામાં થઈ શકે છે. 1 કિલોવોટની સોલાર સિસ્ટમ દ્વારા દરરોજ સરેરાશ 4 કે તેથી વધારે વીજળી યુનિટનું ઉત્પાદન થઈ શકે છે. આમ જેમ કિલોવોટની સંખ્યામાં વધારો થતો જાય તેમ વીજળી યુનિટ ઉત્પાદન કરવાની ક્ષમતામાં પણ વધારો થતો જાય છે.

પીએમ સૂર્યઘર યોજનાનું રજિસ્ટ્રેશન https://pmsuryaghar.gov.in/ નેશનલ પોર્ટલ ઉપર ગ્રાહક જાતે કરી શકશે, અથવા સરકારે અધિકૃત કરેલી એજન્સી દ્વારા અથવા વીજ કંપનીના કર્મચારીઓની મદદથી કરી શકાશે.

મોરબી PGVCL કચેરીના અધિક્ષક ઇજનેર એસ. એચ. રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં પીએમ સૂર્યઘર યોજના માટે મોરબી જિલ્લામાં તારીખ 14 ફેબ્રુઆરી, 2024થી રજિસ્ટ્રેશન માટે 90 ટીમો કાર્યરત છે. આ યોજનાનો લાભ લેવા માટે મોરબી જિલ્લા હેઠળ 4 વિભાગીય અને 18 પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી શકાશે. વધારે માહિતી માટે PGVCL મોરબી કચેરીનો સંપર્ક કરી શકાશે.

પીએમ સૂર્યઘર યોજના મોરબી જિલ્લાના નોડલ અધિકારી બી. જે. વાછાણીએ જણાવ્યું હતું કે. હાલ મોરબી જિલ્લામાં માટે કુલ 34400 જેટલા કનેક્શનોને પીએમ સૂર્યઘર યોજના હેઠળ આવરી લઈ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં તાલુકાવાર મોરબી 20503 વાંકાનેર 5743, હળવદ 5000, ટંકારા 1207 અને માળિયા 1947 કનેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પીએમ સૂર્યઘર યોજનાના રજિસ્ટ્રેશન માટે અરજદાર પાસે લાઇટ બિલ, મોબાઈલ નંબર તેમજ બેંકની વિગત હોવી જરૂરી છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના થકી ઓછી અને મધ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ આવરી તેમના વીજળી બિલને શૂન્ય કરવાનો સરકારનો ઉત્તમ પ્રયાસ છે. ઉપરાંત બચત કરેલી વીજળીનું વેચાણ કરી પોતાની આવક ઊભી કરી શકશે. આમ ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની દરેક ભારતીયને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અને બધા માટે સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે આહવાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X