અમદાવાદમાં પ્રિપ્લાન્ડ હિંસા? પોલીસ આ દિશામાં તપાસ કરશે
સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ગુરુવારે દેશભરમાં ઉગ્ર પ્રદર્શનો થયાં. દેશભરમાં સુઆયોજિત ઢબે વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નાગરિકતા મુદ્દે ભ્રમ અને અફવાઓના પગલે દેશભરમાં આંદોલનો ઉગ્ર બની રહ્યાં છે, જ્યારે રાજકીય નેતાઓની જવાબદારી બને છે કે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને નાગરિકોના ભ્રમ દૂર કરે અને ઉઠેલા સવાલોના જવાબ આપે. માત્ર સરકાર જ નહિ બલકે દેશ ભળકે બળી રહ્યો છે તે મુદ્દે વિપક્ષે પણ પોઝિટિવ ભૂમિકા ભજવવી જોઈએ અને આગમાં ઘી હોમવાનું કામ થતું હોય તો તે અટકાવવું જોઈએ.
અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારમાં રૂંઢા સુધી શાંતિથી આંદોલન થતું રહ્યું અને અચાનક જ પોલીસ પર હુમલો થઈ ગયો અને 19 જેટલા પોલીસ જવાનો સહિત કુલ 2 લોકો ઘાયલ થયા, અચાનક ભીડમાં મોઢે રૂમાલ બાંધીને આવેલા લોકો કોણ હતા? શું હુમલો કરનાર લોકો ખરેખર શાહ-એ-આલમ વિસ્તારના જ રહેવાસી હતા કે પછી સ્થિતિ બગા઼ડવા માટે ભીડનો લાભ ઉઠાવવા આવ્યા હતા? તે સવાલો પણ ઉઠે છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશઅનરે પણ કહ્યું કે, હુમલો પૂર્વનિયોજિત હોવા અંગે તપાસ કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે જે વિસ્તારમાં પોલીસ પર હુમલો થયો તે શાહ-એ-આલમ વિસ્તારમાં બાંગ્લાદેશી મસ્લિમો વધુ સંખ્યામાં રહે છે.
જણાવી દઈએ કે નાગરિકતા સંશોધિત એક્ટના વિરોધમાં ગુજરાતના વિવિધ શહેરોમાં જુદા-જુદા સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સુરત, વડોદરા, રાજકોટમાં બંધની નહીવત અસર જોવા મળી હતી. જણાવી દઈએ કે નાગરિકતા મુદ્દે દેશભરમાં હિંસા ભડકી ઉઠી છે. લખનઉમાં હિંસાને પગલે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે મેંગ્લોરમાં પોલીસ ફાયરિંગમાં 6 લોકો ઘાયલ થયા હતા, ઈલાજ દરિયાન એકનું મોત થયું હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.
આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર આર બી રાણાએ કહ્યું કે, પથ્થરમારામાં મારા સહિત ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે. કુલ આંકડો કેટલો છે તે તો મને ખબર નથી પણ હવે પરિસ્થિતિ કાબુમાં છે. વધુમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર આર બી રાણાએ કહ્યું કે અમે આરોપીઓને ઓળખી કાઢીને તેમની સામે એફઆઈઆર નોંધશું.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, હિંસા ફેલાવનાર તત્વોની વીડિયો ફૂટેજ દ્વારા તપાસ કરવામાં આવશે અને હુમલો કરનારાઓમાં જે કોઈપણ લોકો સામે હશે તે લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે બીજા બધા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નાગરિકતા સંશોધન એક્ટ લાગૂ કરાશે. ત્યારે નાગરિકતા સંશોધન એક્ટ શું છે તે અંગે દેશવાસીઓને સંપૂર્ણપણે જાગૃત કરવાની સરકાર, મીડિયા હાઉસ અને સામાજિક સંસ્થાઓની જવાબદારી બને છે. હિંસાખોરોનો આંધળો વિશ્વાસ કરીને દેશનો માહોલ બગાડવા નિકળી જતા લોકોએ પણ મુદ્દો શું છે તે પહેલા સમજી લેવું જોઈએ.
અમદાવાદ હિંસા: કોંગ્રેસના કાઉન્સીલર શહેજાદ ખાન સહિત 49 લોકો ગિરફ્તાર, 5000 લોકો વિરૂદ્ધ FIR