દેશના વિકાસ માટે રાજ્યોનો સહયોગ જરૂરી: પીએમ
ઇન્દોર, 9 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ગ્લોબલ ઇંવેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગપતિને સંબોધિત કરતાં કહ્યું કે દેશના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્રએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે છત્રીસનો આંકડો ન હોવો જોઇએ પરંતુ રાજ્યો દેશના વિકાસ માટે કેન્દ્રની સાથે મળીને કામ કરવા માટે આગળ આવવી જોઇએ.
વડાપ્રધાને ભારતને બજારના રૂપમાં ન જોવાની વાત કહી, તેમણે કહ્યું કે ભારતને એક અવસરના રૂપમાં જોવું જોઇએ. જ્યાં યુવા શક્તિમાં અપાર ઉર્જા છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે, તેમણે નાના-નાના ઉદ્યોગો પર ધ્યાન આપવાની વાત કહી.

- કૃષિ માટે બજાર બનાવવાની જરૂરિયાત- મોદી
ભારત ફક્ત બજાર નહી, માલવાના ઘઉંની આખી દુનિયામાં માંગ. આપણા નાના-નાના ઉદ્યોગોની જાળ પાથરવી પડશે- મોદી
- શિવરાજે એમપીને બીમારું રાજ્યથી બહાર કાઢ્યું, એમપીના વિકાસનો ઢોલ કેન્દ્ર સરકારને પણ પીટવો જોઇએ- મોદી
- નેતૃત્વ, નીતિ અને નીયત સાફ હોય તો બીમારું રાજ્ય પણ આગળ વધી શકે- મોદી
- કેન્દ્ર અને રાજ્યની સાથે-સાથે થવાનું છે તો સાથે થવાથી 1-1 થઇ જાય છે 11
- કેન્દ્ર અને રાજ્ય પ્રતિસ્પર્ધી નથી, કેન્દ્ર અને રાજ્ય એકબીજાના પૂરક છે- મોદી
રાજ્યના પિલરથી જ દેશ મજબૂત બને છે- મોદી
દેશની તાકાત રાજ્યોમાં. દેશને આગળ વધારવા માટે રાજ્યોનો વિકાસ ખૂબ જ જરૂરી છે- મોદી
- અમારો હેતું દેશને ઉપર લઇ જવાનો છે- મોદી
- ઇન્દોરમાં શિવરાજ સરકારના ઇંવેસ્ટર્સ સમિટમાં પહોંચ્યા મોદી, અંબાણી, અદાણી સહિત 500 ઉદ્યોગપતિઓને આમંત્રણ












Click it and Unblock the Notifications
