For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પાર્ટી વર્ષોથી એક જ વાત કરે છે કે ગરીબી હટાવો. સત્તા એમની હતી છતા ગરીબી દુર નથી કરી: નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદબે છોટાઉદેપુર ખાતે ચૂંટણી સભાને સંબોધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓને જંગી મતોથી જીતાડવા આહવાહન કર્યુ હતું. નરેન્દ્ર મોદી સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ કયારેય સત્તાના સુખમાં માનતી નથી, સત્તાનો

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદબે છોટાઉદેપુર ખાતે ચૂંટણી સભાને સંબોધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓને જંગી મતોથી જીતાડવા આહવાહન કર્યુ હતું. નરેન્દ્ર મોદી સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ કયારેય સત્તાના સુખમાં માનતી નથી, સત્તાનો અહકાર અમારા સુઘી પહોચી ન શકે, સેવા ભાવથી જનતાના કામ કરીએ છીએ. ભાજપની હાઇકમાન્ડ તો માત્ર ને માત્ર જનતા જનાર્દન જ છે. જનતાની અપેક્ષા અને આકાંક્ષા જ ભાજપ માટે આદેશ છે. છોટા ઉદેપુર ખૂબ ઝડપથી વિકાસના કામો કરી રહ્યુ છે. કોંગ્રેસ પાર્ટી વર્ષોથી એક જ વાત કરે છે કે ગરીબી હટાવો. સત્તા એમની હતી છતા ગરીબી દુર નથી કરી શકી. ગરીબી હટી નહી કોંગ્રેના કાળમાં ગરીબી વઘી છે. કોંગ્રેસની સત્તામાં આદિવાસીઓને વિકાસની મુખ્ય ધારા સુધી જોડયો જ નહી. આઝાદીના 75 વર્ષ સુધી દેશને પિવાનું પાણી નોહતું મળતું. શિક્ષણ,રોજગાર આપવામાં કોંગ્રસે કયારેય કામ કર્યુ નથી ભાજપની સરકાર આવી અને રોજગારી,શિક્ષણ, પિવાનું પાણી પહોંચાડ્યુ. ભાજપે આદિવાસી સમાજ દેશના વિકાસમાં પણ ભાગીદારી આપે તેના માટે પ્રયત્ન કર્યા.

NARENDRA MODI

મોદીએ વધુમાં જણાવ્યું કે આયુષ્યમાન કાર્ડ યોજના થકી દર્દીને પાંચ લાખ સુઘી ફ્રીમાં સરવાર મળે તે માટે વ્યવસ્થા કરી. ગુજરાતમાં 40 લાખ જેટલા ગરિબ દર્દીઓએ યોજનાનો લાભ લીધો અને આ જીલ્લામાં 35 થી 40 હજાર દર્દીઓએ લાભ લીધો. આ ચૂંટણી ઢંઢેરામાં નવી સરકાર પછી પાંચ લાખ નહી દસ લાખ સુધી ખર્ચો થશે તો સરકાર ફ્રીમાં સારવાર કરાવશે. કોરોના મહામારીમાં 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપ્યું. ખેડૂતોને મદદ આપવા કિસાન સમાન નિધિ યોજના થકી દર વર્ષે ત્રણ વખત બે-બે હજાર સિધા ખાતામાં જમા થાય છે. ખેડૂતોના સિંચાઇ માટે પુરતુ પાણી મળે તે માટે વ્યવસ્થા કરી. છોટા ઉદેપુરમાં 30 હજાર ઘરો બનાવ્યાય વિકાસ સર્વપક્ષી થાય તે માટે સરકારે કામ કર્યુ છે. 20 વર્ષ પહેલા ઉમરગામ થી અંબાજી સુધીમાં શિક્ષણમાં ઉદાસીનતા જોવા મળતી વિજ્ઞાનપ્રવાહની શાળાઓ હતી નહી ભાજપ સરકારે દસ હજાર કરતા વધુ શાળા બનાવી છે.

મોદીએ વધુમાં જણાવ્યું કે, આજે આઝાદીના વર્ષો પછી આદિવાસી મહિલાને રાષ્ટ્રપતી ભાજપ સરકારે બનાવ્યા છે. જી-20 સમિટમાં ગુજરાતના એક એક જીલ્લા ની ઓળખ ઉભી થાય તેવી તકાત આવી છે. જી-20થી સમગ્ર ભારતનું બ્રાન્ડિંગ માટે મોટી અવસર મળી છે. ભાજપ સરકારે વાંસ માટે કાયદો બદલી નાખ્યો છે. કોઇ પણ આદિવાસી વાંસની ખેતી કરી શકે, વહેંચી શકે. જંગલની અમુલ્ય વસ્તુઓ વન ઘન યોજનાથકી સખી મંડળોને તાકાત મળી અને 90 જેટલી વસ્તુઓનું એમએસપી કર્યુ. ગુજરાતમાં શાંતિ,સ્થિરતા,એકતા,સદભાવના લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. આ વખતની ચૂંટણીમાં દરેક પોલીંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરી ભાજપને જીતાડવા આહવાહન કર્યુ.

જાહેરસભામાં સાંસદ ગીતાબેન રાઠવા, રામસિંહભાઈ રાઠવા ટ્રાઇફે ડ ચેરમેન ,ઉપેન્દ્રભાઈ રાઠવા પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા અભેસિંહભાઈ તડવી ,સંખેડાના ઉમેદવારશ્રી જયંતીભાઈ રાઠવા પાવીજેતપુરના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુરના ઉમેદવાર મોહનસિંહ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય કાંતિભાઈ તડવી ,માજી ધારાસભ્ય,સંખેડા શંકરભાઇ રાઠવામાજી ધારાસભ્ય, છોટાઉદેપુર મેહુલભાઈ પટેલ મહામંત્રી,છોટાઉદેપુર જિલ્લા ધર્મેન્દ્રસિંહ પરમાર મહામંત્રી,છોટાઉદેપુર જિલ્લા જશુભાઈ રાઠવા પૂર્વ જિલ્લા પ્રમુખ જિગીષાબેન શેઠ જિલ્લા સંગઠન પ્રભારીભાર્ગવભાઇ ભટ્ટપ્રદેશ મહામંત્રી વેચાતભાઈ બારીયા પૂર્વ ધારાસભ્યમલકાબેન પટેલજિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ બારીયા ઉપપ્રમુખ જિલ્લા પંચાયતઉમેશભાઈ બારીયા કારોબારી અધ્યક્ષ રશ્મીકાન્તભાઈ વસાવા પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ રાઠવા

English summary
Prime Minister Narendra Modi addresses an election rally at Chotaudepur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X