For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે આતંકવાદ વધાર્યો, પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર

કોંગ્રેસે આતંકવાદ વધાર્યો, પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું. ખેડામાં એક જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતે સદીઓથી આતંકવાદનો કહેર વરત્યો છે. તેમણે કહ્યું કે ગુજરાત હંમેશાથી આતંકવાદની વિરોધમાં રહ્યુંગુજરાત સરકારે આતંકવાદના સ્લીપર સેલ પર સફાયો બોલાવી દીધો છે. પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર આ કાર્યમાં અમને સહયોગ નહોતો કર્યો. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે તે વખતે કોંગ્રેસ આતંકવાદીઓને છોડવાનું કાર્ય કરતી હતી.

modi

ગુજરાતના ખેડામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કોંગ્રેસને લઈ કહ્યું, "અમે તેમને આતંકવાદને નિશાન બનાવવા માટે કહ્યું, પરંતુ કોંગ્રેસ સરકારે મોદીને જ નિશાન બનાવ્યો. પરિણામ એ આવ્યું કે આતંકવાદી નિડર થઈ ગયા અને મોટાં શહેરોમાં આતંકવાદને પ્રોત્સાહન મળી ગયું."

આતંકવાદના મુદ્દા પર પીએમ મોદી

સોનિયા ગાંધીનું નામ લીધા વિના ખેડામાં પીએમ મોદીએ કહ્યું કે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર કોંગ્રેસ નેતા રડ્યા હતા. તેમણે કહ્યું કે આતંક ફેલાવનારાઓ માટે આંસૂ વહાવ્યાં હતાં. તેમણે કહ્યું કે કોંગ્રેસ આતંકવાદીઓને કેવી રીતે છોડાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેતી હતી તે કોઈ કેવી રીતે ભૂલી શકે છે. પીએમ મોદીએ પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી તે સમય યાદ કર્યો અને કહ્યું કે આ એ સમય હતો જ્યારે આતંકવાદીઓ નિડર થઈ ગયા અને મોટા શહેરોમાં આતંકવાદે માથું ઉચક્યું હતું.

તુષ્ટીકરણના શૉર્ટકટ પર હુમલો

ખેડા જનસભામાં આતંકવાદના મુદ્દે કોંગ્રેસની પૂર્વ સરકાર પર મોટો આરોપ લગાવતાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ આતંવાદની વોટબેંક અને તુષ્ટીકરણના ચશ્મા જુએ છે. આજકાલ કોંગ્રેસ જ નહીં એવી કેટલીય પાર્ટીઓ છે જે સત્તામાં આવવા માટે તુષ્ટિકરણનો શૉર્ટકટ અપનાવી રહી છે.

રેલી બાદ પીએમ મોદીનો રોડ શો

જનસભામાં કોંગ્રેસની નીતિઓ પર તીખો હુમલો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં રોડ શોના માધ્યમથી પણ ભાજપ ઉમેદવારોના પક્ષમાં મત મેળવવાના પ્રયાસ કર્યા.

રોડ શોમાં મહિલાઓ અને બાળકો

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈ સ્થાનિક લોકો ઘણા ઉત્સાહિત જોવા મળ્યા. રસ્તા કાંઠે મહિલાઓ અને બાળકોને પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે આતૂર જોવા મળ્યા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોય નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, અમિત શાહ સહિત ભાજપના કેન્દ્રીય નેતાઓ ફરી ગુજરાતમાં ભાજપની સરકાર ચૂંટાય તેવા ઉદ્દેશ્ય સાથે તાબડતોડ જનસભાઓ યોજી રહ્યા છે.

English summary
prime minister narendra modi blames congress for terrorism in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X