Breaking : વડાપ્રધાન મોદીએ કર્યું સૌની યોજનાનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્રોલ ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેમણે સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. વધુમાં આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. ( Also Read: મોદી ધ્રોલમાં પણ ધ્રોલમાં છે ભારે વરસાદ, વધુ વાંચો અહીં )

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બટન દબાવીને પડધરીના સણોસરા નજીક આવેલા આજી-3 ડેમની સાઇટ પરથી સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. ડેમની સાઇટ પરથી વડાપ્રધાન સ્વિચ મારફત ડેમના ગેટ નંબર 2, 3 અને 4ને ખોલ્યા હતા. જે સાથે જ આજી-3 ડેમમાંથી નર્મદાનાં નીર આજી-4 ડેમમાં ઠલવાયા હતા.












Click it and Unblock the Notifications
