PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગરથી દ્વારકા જવા રવાના
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ એરફોર્સ સ્ટેશનથી દ્વારકા જવા રવાના થયા છે.
એરફોર્સ ખાતેથી તેઓને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ સી. આર. પાટીલ, ચીફ સેક્રેટરી રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ડીજીપી વિકાસ સહાય, કલેક્ટર બી. કે. પંડ્યા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, એર કોમોડોર પુનિત વિગ સહિતના મહાનુભાવો દ્વારા વિદાય આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે ટોચની સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી ગુજરાત મુલાકાત દરમિયાન 1500 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
રાજકોટ ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે પી.ડી.યુ. રાજકોટ કેમ્પસમાં નવનિર્મિત મેટરનલ એન્ડ ચાઇલ્ડ(MCH) (જનાના) હોસ્પિટલનું લોકાર્પણ થશે.
આ સુવિધાઓમાં વડોદરા ખાતે નવી કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ; સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવા એપીડી અને આઇપીડી ભવન તેમજ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 66 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને 6 સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC)નું નિર્માણનો સમાવેશ થાય છે.
આ સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હસ્તકના પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન(PM-ABHIM) હેઠળ, 100 બેડના CCB સહિત બે સ્થળોએ ક્રિટિકલ કેર બ્લોક અને બે સ્થળોએ ઇન્ટીગ્રેટેડ પબ્લીક હેલ્થ લેબોરેટરીઝ (IPHL) નિર્માણકાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 116 કિલોમીટર લાંબી સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઇનના ડબલિંગનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જોડાણ વધારવાનો અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત કુલ ખર્ચ 1300 કરોડ છે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી કચ્છમાં રેલવે વિભાગના અન્ય 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેનો સંયુક્ત ખર્ચ 700 કરોડથી વધુનો છે.












Click it and Unblock the Notifications
