વલસાડઃ બળાત્કાર કેસમાં પ્રિન્સિપાલની ધરપકડ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, કપરાડાના સિલ્ધા ગામે આશ્રમશાળાની 12 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદના આધારે આશ્રમના પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી છે, ઉપરાંત પ્રિન્સિપાલને મદદ કરનાર એક શિક્ષિકાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં ગત રાત્રે ઓમ પાર્ક સોસાયિટી ખાતે દારૂના નશામાં ધૂત બે શખ્સો દ્વારા રાહદારીને આંતરીને મોબાઇલ અને પર્સની ચોરી કરી લૂંટ ચલાવવામાં આવતા વિફરેલા લોકોએ દારૂડિયાઓને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

વલસાડઃ બળાત્કાર કેસમાં પ્રિન્સિપાલની ધરપકડ
કપરાડાના સિલ્ધા ગામે આશ્રમશાળાની 12 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદના આધારે આશ્રમના પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી છે, ઉપરાંત પ્રિન્સિપાલને મદદ કરનાર એક શિક્ષિકાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીઃ લૂંટ ચલાવતા દારૂડિયાની ધોલાઇ
મોરબીમાં ગત રાત્રે ઓમ પાર્ક સોસાયિટી ખાતે દારૂના નશામાં ધૂત બે શખ્સો દ્વારા રાહદારીને આંતરીને મોબાઇલ અને પર્સની ચોરી કરી લૂંટ ચલાવવામાં આવતા વિફરેલા લોકોએ દારૂડિયાઓને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. લુખ્ખા તત્વોને પાઠ ભણાવવા લોકોએ નશાખોર લોકોને માર મારીને નગ્ન કરી નાંખ્યા હતા. બાદમાં ઉક્ત બન્ને શખ્સોએ માફી માગી હતી.

બારડોલીઃ 15 હજાર કીલો ગૌમાંસ ઝડપાયું
બારડોલી નજીક બાતમીના આધારે મળસકે વોચ રાખી ટ્રકની તલાશી લેવામાં આવતા ગૌ માંસનો જથ્થો ઝડપાયો હતો. આ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર બારડોલી સુગર ફાટક નજીક ગૌરક્ષક સમિતિના સભ્યોએ ટ્રકની તપાસ કરી હતી, જેમાં જીજેવાય-૯૦૨૨ નંબરના ટ્રકમાંથી 15 હજાર કીલો ગૌમાંસ મળી આવ્યું હતું અને બે કસાઇ ઝડપાયા હતા. જેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કાંકરિયા કાર્નિવલ માટે ઉતારાવ્યો 12 કરોડનો વીમો
કાંકરિયા કાર્નિવલ દરમિયાન મુલાકાતીઓ અને કાર્નિવલના સ્ટ્રક્ચર સહિતના ઇક્વિપમેન્ટના જોખમને કવર કરતો રૂપિયા 12 કરોડનો વીમો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉતારવામાં આવ્યો છે. જે મુજબ સાત દિવસના વીમા માટે એએમસી તરફથી રૂપિયા 11.25 લાખનું પ્રીમીયમ પ્લસ સર્વિસટેક્સની રકમ વીમાકંપનીને ચૂકવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
