Principal vacancy in gujarat : આચાર્યો વગરની ગુજરાતની શાળાઓ, આટલી શાળાઓમાં આચાર્ય ન હોવાનું સરકારે સ્વીકાર્યુ
Principal vacancy in gujarat : ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શિક્ષકોની મોટી ઘટ હોવાની વાત સમયે સમયે સામે આવતી રહી છે. પરંતુ હવે વિધાનસભામાં ઘણી શાળાઓમાં આચાર્ય જ ન હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતમાં કુલ 30,674 સરકારી, 558 ગ્રાન્ટેડ અને 10,879 ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. ચૌકાવનારી વાત એ છે કે રાજ્યની 900 સરકારી શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે, જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સમસ્યાને ઉજાગર કરી રહ્યું છે.

વિધાનસભાના સત્ર દરમિયાન ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાજ્યની 900 સરકારી શાળાઓમાં આચાર્યો જ નથી. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ આચાર્યોની જગ્યા ખાલી છે.
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2022-23માં 1,526 આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ 2023-24માં 470 આચાર્યોની નિમણૂક કરવામાં આવી.
આમ છતાં હજુ પણ મોટી સંખ્યામાં શાળાઓ આચાર્યો વિના સંચાલિત થઈ રહી છે. તેમણે જણાવ્યુ કે, બાકી રહેલી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે.
આચાર્યોની ખોટ રાજ્યની શિક્ષણ પ્રણાલીને ગંભીર અસર કરી શકે છે. યોગ્ય શિક્ષણ વ્યવસ્થાના અભાવમાં વિદ્યાર્થીઓ પર તેની નકારાત્મક અસર થાય છે.
ળાઓમાં શિસ્ત, શિક્ષણની ગુણવત્તા અને શૈક્ષણિક આયોજન માટે આચાર્યોની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. તેથી સરકાર દ્વારા આ ખોટને દુર કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે.
ગુજરાતમાં શાળાઓમાં આચાર્યોની અછત એક ગંભીર શિક્ષણ સમસ્યા છે. સરકારી શાળાઓમાં આચાર્યોની ભરતી માટે સરકારની કામગીરી અંગે વધુ સ્પષ્ટતા જરૂરી છે.












Click it and Unblock the Notifications
