ઉમેદવારી કરવા ઇચ્છુકો પાસેથી બાયોડાટા મંગાવવાની પ્રક્રિયા શરૂ કરાઇઃ કોંગ્રેસ
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટેની રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટેની રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટેના માપદંડ સહિતના જુદા જુદા સુચનો માટે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠક યોજાઈ હતી. પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીના ૪૨ સભ્યોએ ઉમેદવાર પસંદગી માટેના ૧૩૦ જેટલા સકારાત્મક સુચનો કર્યા હતા. વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ ૧૨ સપ્ટેમ્બર સુધી જીલ્લા કાર્યાલય ખાતે પોતાના બાયોડાટા મોકલી શકશે.

જીલ્લા કોંગ્રેસ કાર્યાલયે આવેલા બાયોડાટા ૧૫ સપ્ટેમ્બર સુધી પ્રદેશ કાર્યાલય મોકલાશે. પ્રદેશ સ્ક્રીનીંગ કમીટી ૧૮ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માટેની અરજીઓની સમીક્ષા કરશે. ઝોનલ ઈન્ચાર્જ, ચૂંટણી સમિતિના સભ્યોના મંતવ્યો – સુચનો જાણશે અને ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ગુજરાતના પ્રતિભાશાળી, યુવાનો, મહિલાઓ, સામાજીક શૈક્ષણિક ક્ષેત્રે ઉમદા કામ કરતા શ્રેષ્ઠીઓ - આગેવાનોને પણ કોંગ્રેસ પક્ષના વિધાનસભા ઉમેદવાર માટે પસંદગી પ્રક્રિયામાં ધ્યાને લેવામાં આવશે.
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે બાયોડેટા મોકલવાના રહેશે નહીં. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ પણે ગુજરાતમાં થશે. નારાજ કે અસંતુષ્ટ આગેવાનોને યોગ્ય સમજાવટ માટે તાલુકા કક્ષાએ નિષ્ઠાવાન સભ્યોની ડેમેજ કન્ટ્રોલ કમીટી બનાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
