રાદડિયાએ છોડ્યો કોંગ્રેસનો હાથ, મોદીના કર્યા વખાણ

Vitthal_Radadia
ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં કોંગ્રેસનો મોટો ફટકો પહોંચ્યો છે. વગદાર નેતા વિઠ્ઠલ રાદડિયા કે જે વિધાનસભાની ચૂંટણી પહેલા ગન વિવાદમાં ફસાયા હતા, તેમણે અને તેમના પુત્ર જયેશ રાદડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાશે તેવા અહેવાલ છે.

વિઠ્ઠલ રાદડિયા તેમના પુત્ર સાથે ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા અને પોતાના રાજીનામાં અધ્યક્ષ વજુભાઇ વાળાને સોંપ્યા હતા. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના મુખ્યાલય પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.

પૂર્વ સાંસદ રાદડિયા સૌરાષ્ટ્રમાં લેઉઆ પટેલ કોમ્યુનિટિના વગદાર નેતા છે. તેઓ એ સમયે વધારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે વડોદરા જિલ્લાના કરજણ નજીકના ટોલ નાકા ખાતે તેમની પાસે ઓળખ પત્ર માંગવામાં આવ્યું હતું અને ગુસ્સે ભરાયેલા રાદડિયાએ ગન બતાવી હતી.

ધારાસભ્ય તરીકેનું રાજીનામું સોંપ્યા બાદ રાદડિયાએ જણાવ્યું હતું, ' ગુજરાત રાજ્ય સામે કોંગ્રેસની જે નકારાત્મક નીતિ છે તેના વિરોધમાં મે મારું રાજીનામું આપ્યું છે. કોંગ્રેસની સંસ્કૃતિ જૂથવાદ અને પક્ષપાતવાળી છે. મે મારું રાજીનામું કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી આપી દીધુ છે, તેથી હું ભાજપ સાથે જોડાઇ શકું છું.

નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે, મોદીએ ગુજરાતને વિકાસના પથ પર એક નવી ઉંચાઇએ પહોંચાડ્યું છે અને તેઓ ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે.

નોંધનીય છે કે વિઠ્ઠલ રાદડિયાએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું અને ધારાસભ્ય બન્યા હતા. તેમને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા નહીં બનાવવામાં આવતા નારાજ થયા હતા. તેમણે શંકરસિંહ વાઘેલાના વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવતા તેનો વિરોધ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X