ગુજરાત ચૂંટણીઃ રાહુલ ગાંધીની 10-11 નવેમ્બરે જાહેરસભાઓ

રાજકીય વર્તૂળો સાથે સંકળાયેલા સૂત્રોની વાત સાચી માનીએ તો રાહુલ ગાંધી બે દિવસની ગુજરાત યાત્રા દરમિયાન 21 સ્થળો પર જાહેરસભા સંબોધશે અને ગુજરાતમાં 10 વર્ષના કોંગ્રેસના 'વનવાસ'ને દૂર કરવા બનતા તમામ પ્રયાસો કરશે.
માહિતી અનુસાર રાહુલ ગાંધી જે વિસ્તારોમાં સભા સંબોધવાના છે તે પોરબંદર, જામનગર, અમરેલી, જૂનાગઢ, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, વડોદરા, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, ખેડા, નર્મદા, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, નવસારી અને ભાવનગર હોઇ શકે છે.
આ સમય દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસની યુવા બ્રિગેડને સંબોધવાના છે. એ વાતમાં જરા પણ શંકા નથી કે રાહુલ ગાંધી દેશમાં ખરડાયેલી કોંગ્રેસની છબીને સુધારવા અને ગુજરાતમાં કોંગ્રેસને પુનઃ સત્તા પર લાવવા માટે બનતા પ્રયાસો કરશે. આગામી ચૂંટણી સભામાં રાહુલના વાક પ્રહારો ચોક્કસપણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ હશે.












Click it and Unblock the Notifications
