RahulinGujarat : મિશન ગુજરાત સાથે રાહુલની બસ યાત્રા શરૂ
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આજથી મધ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ખેડા, આણંદ, વડોદરામાં કરશે ચૂંટણી પ્રચાર. જાણો તેમનો કાર્યક્રમ અહીં.
કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વાર આજથી તેમના ગુજરાત પ્રવાસ અંતર્ગત અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તે બસ દ્વારા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કોંગ્રેસનો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર પ્રસાર કરશે. તેમણે અમદાવાદથી તેમની બસ યાત્રા શરૂ કરી હતી. જે અંતર્ગત તેમના ત્રણ દિવસની ગુજરાત મુલાકાતના પહેલા દિવસે તે આણંદ અને ખેડામાં બસ યાત્રા તથા રોડ શો સમેત જનસભા સંબોધશે. અને વડોદરા ખાતે તેમનો આ પ્રવાસ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે ગત શનિ અને રવિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. ત્યારે મોદી પછી રાહુલ ગાંધી આ ત્રણ દિવસની યાત્રા દરમિયાન મોદીના આક્ષેપ પર શું જવાબ આપે છે તે જોવાનું રહે છે.
વધુમાં અમિત શાહના પુત્ર જય શાહનો મુદ્દો પણ રાહુલ ગાંધીની આ યાત્રાનો ભાગ રહેશે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે તેમના આગમન પહેલા જ તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે ટિપ્પણી કરી છે.
રાહુલનો કાર્યક્રમ
10 :00 AM રાહુલ ગાંધીનું અમદાવાદમાં આગમન, અહીં થી બસ યાત્રા શરૂ
12:00 PM ખેડા જિલ્લાના ખાત્રજ ખાતે કોર્નર મીટિંગ અને અમુલ પ્લાન્ટના કામદારો સાથે મુલાકાત
1:00 PM સંતરામ મંદિરના દર્શન
2:00PM નડિયાદમાં સરદાર પટેલના જન્મ સ્થળની મુલાકાત
3:00 PM આણંદમાં જનસભાને સંબોધશે
4:00 PM અહીં તે દૂધ ઉત્પાદક મહિલાઓ, ખેડૂતો સાથે ચર્ચા કરશે
6:00 PM વડોદરા પહોંચી રાત્રી રોકાણ












Click it and Unblock the Notifications
