સરદારની મૂર્તિ પર લખાશે "મેડ ઇન ચાઇના" શર્મજનક વાત : રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમની બીજા દિવસની જામનગરથી રાજકોટની બસ યાત્રામાં તેમણે રાજ્ય અને કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર પર અનેક આકાર પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ધ્રોલ, ટંકારા જેવા સૌરાષ્ટ્રના ગામોમાં રાહુલ ગાંધીનું લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં લોકો તેના જોડાયા હતા. ત્યારે આ પ્રસંગે રાજ્ય સરકાર અને મોદી પર બોલતા તેમણે કહ્યું હતું કે દર ચોવીસ કલાક 30 હજાર નવા યુવાન રોજગાર શોધવા નીકળે છે. મોદી સરકાર ખાલી 40 લોકોને રોજગાર આપે છે. રોજગારીએ આજના સમયમાં સૌથી મોટો મુદ્દો છે. અને આ મુદ્દા પર જ ખોટા વાયદા આપી નરેન્દ્ર મોદી પીએમ બન્યા છે. અમારી સરકાર વખતે અમે યુવાનોને રોજગારી પૂરી પાડી છે.

સરદાર પટેલ પર બોલ્યા રાહુલ

સરદાર પટેલ પર બોલ્યા રાહુલ

આ પ્રસંગે રાહુલ ગાંધીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યું હતું કે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બની છે. આ પ્રતિમા ચીનમાં બનશે. અને તેની પર લખાઇને પણ આવશે "મેડ ઇન ચીન" જે ખરેખરમાં શરમજનક વાત છે. રાહુલે કહ્યું કે ચીન આપણું હરીફ છે. ત્યારે ગુજરાતમાં મહિલા, પાટીદારો અને દલિતો સાથે રાજ્ય સરકાર અત્યાર કરી રહી છે તેવો આક્ષેપ પણ રાહુલ ગાંધીએ લગાવ્યો હતો.

વિકાસ ગાંડો થયો છે!

વિકાસ ગાંડો થયો છે!

વધુમાં રાહુલ ગાંધીએ તેમ પણ કહ્યું કે ગુજરાતનો જે વિકાસ ગાંડો થયો છે તેને પાટા પર પાછો લાવવો પડશે. ઉલ્લેખનીય છે કે પાછલા લાંબા સમયથી ગુજરાતમાં અને સોશ્યલ મીડિયામાં વિકાસ ગાંડો થયો છે તેવા ટેગ સાથે ભાજપના વિકાસની મજાક ઉડાવવામાં આવી રહી છે. ત્યારે આજે આ મુદ્દા પર કોંગ્રેસના યુવરાજે પણ ટિપ્પણી કરી હતી.

પાટીદારોના પક્ષમાં રાહુલ

પાટીદારોના પક્ષમાં રાહુલ

વધુમાં રાહુલ કહ્યું કે ભાજપની સરકારમાં પાટીદારો અને દલિતોને ભારે અન્યાય થયો છે. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બધા હળી મળીને રહેતા હતા. ભાજપની સરકારે પાટીદારોને કચડ્યા છે. તેમની પર ગોળીઓ ચલાવી છે. જે પાટીદારોએ દેશને સરદાર આપ્યા તેમના પર ગુજરાતમાં અત્યાચાર થયો છે. જે બતાવે છે કે ગુજરાતનું મોડેલ ફેલ ગયું છે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતની સરકાર આજ દિવસ સુધી દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલે છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો તે દિલ્હીથી નહીં પણ ગુજરાતથી ચાલશે.

વેપારીઓ સાથે મુલાકાત

વેપારીઓ સાથે મુલાકાત

નોંધનીય છે કે રાહુલ ગાંધી આજે તેમના ચૂંટણી પ્રચારના બીજા દિવસે જામનગરથી રાજકોટ સુધીની સફર પૂરી કરશે. જે દરમિયાન તે મોટી સંખ્યામાં વેપારી વર્ગ અને ગામના ખેડૂતોને મળશે. અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. જ્યાં એક તરફ કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યું છે. ત્યાં જ ભાજપે રાહુલ ગાંધીની આ તમામ વાતોને પોકળ અને હાસ્યાસ્પદ ગણાવી છે.

ખેડૂતો મામલે કર્યા સવાલ

ખેડૂતો મામલે કર્યા સવાલ

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સરકાર ખેડૂત વિરોધી છે. તેમણે કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવો આપવાની વાત કરી હતી પણ આ વાયદો તેમણે પૂરો નથી કર્યો. નોંધનીય છે કે રાહુલ ગાંધીની જામનગરથી શરૂ થયેલી આ યાત્રાને લોકો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક લોકો મોટી સંખ્યામાં રાહુલ ગાંધીની ધ્રોલ અને ટંકારા ખાતેની મુલાકાતમાં જોડાયા હતા. પાટીદારો પણ કોંગ્રેસને આ મામલે સાથ આપ્યો છે.

English summary
Rahul Gandhi in Gujarat : Shameful to write ‘Made in China’ on Sardar Patel statue. Read his speech here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.