દિલ્લી આવીને રાહુલ ગાંધીને મળ્યા ગુજરાત કોંગ્રેસના 15 નેતા, પ્રદેશાધ્યક્ષની થશે ચૂંટણી, કોને મળશે કમાન?

આજે બપોરે કોંગ્રેસના ગુજરાતી નેતા દિલ્લીમાં રાહુલ ગાંધીને મળ્યા. જાણો કારણ.

નવી દિલ્લીઃ ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રભારીની નિયુક્તિ બાદ હવે પ્રદેશાધ્યક્ષની ચૂંટણી થશે. આના માટે વિપક્ષી દળના નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વાતચીત થઈ રહી હતી. આજે બપોરે કોંગ્રેસના ગુજરાતી નેતા દિલ્લીમાં રાહુલ ગાંધીને મળ્યા. આ નેતાઓનુ 15 સભ્યોનુ પ્રતિનિધિ મંડળ દિલ્લી આવ્યુ. જ્યાં રાહુલ ગાંધી સાથે પાર્ટીના માળખા તેમજ મુખ્ય ચહેરાઓ વિશે વાત થઈ. ત્યારબાદથી જ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં એ ચર્ચા થવા લાગી કે હવે ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે.

કોંગ્રેસના ગુજરાત એકમના અધ્યક્ષ

કોંગ્રેસના ગુજરાત એકમના અધ્યક્ષ

તમને જણાવી દઈએ કે ભાજપ શાસિત રાજ્ય ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી(જીપીસીસી)ના અધ્યક્ષ પદ અને વિપક્ષના નેતા(એલઓપી)ના પદ ખાલી પડ્યા છે. આ પદો પર પાર્ટીના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને યુવા નેતા હાર્દિક પટેલમાંથી કોઈ એકને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હાર્દિક પટેલને ભરોસો છે કે તેમનુ કદ વધારવામાં આવી શકે છે. આ જ કારણ છે કે તેમના સમર્થક એ માનીને ચાલી રહ્યા છે કે કોંગ્રેસના ગુજરાત એકમના અધ્યક્ષ તરીકે આગલો ચહેરો એ જ હશે. વાસ્તવમાં રાજ્યમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન નગરપાલિકાની ચૂંટણી થઈ હતી જેમાં કોંગ્રેસનુ પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ. હાર્દિક પટેલે આના માટે પાર્ટીના ગુજરાત હાઈકમાન્ડને જવાબદાર ગણાવ્યા. થોડા સમય બાદ જ પ્રદેશ અધ્યક્ષને પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ. જો કે પ્રદેશ અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલનુ નામ ચર્ચામાં આવતા પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચર્ચા

મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચર્ચા

આજે રાહુલ ગાંધી સાથે બેઠકમાં શામેલ થવા માટે ગુજરાતથી દિલ્લી પહોંચેલા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ, ' આ બેઠક નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી, ચૂંટણીની તૈયારીઓ અને ગુજરાતના સંગઠનની સ્થિતિને લઈને થઈ રહી છે.' તેમણે કહ્યુ કે અમને આશા છે કે આ બેઠક બાદ બધા નેતા મળીને કામ કરશે અને આવતા વર્ષે યોજાઈ રહેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવશે. માટે પાક્કુ કહી શકાય કે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદ, સંગઠન અને 2022માં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને મંથન થયુ છે. સાથે જ કોંગ્રેસના ગુજરાત માટે મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચર્ચા થઈ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા

ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા

કોંગ્રેસ હાઈ કમાન્ડ તરફથી ગુજરાતમાં રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરવામાં આવી ચૂક્યા છે. વળી, આજે રાહુલ ગાંધી સાથે બેઠક દરમિયાન પ્રદેશના પ્રભારી રઘુ શર્મા, પદેથી રાજીનામુ આપી ચૂકેલ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સીએલપી નેતા પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી સહિત ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા છે. આમાંથી અમુક નેતાઓની માનીએ તો ગુજરાત કોંગ્રેસના નેતા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પહેલા દિલ્લીમાં રાહુલ ગાંધી કોઈ એકનુ નામ પસંદ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X