'રીપીટ સ્પિચ' સાથે રાહુલ ગાંધીના મોદી પર પ્રહારો

rahul gandhi
ભુજ, 15 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપની સરકારને પુનઃ ગાદી પરની આવવા દેવા માટે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા એડી-ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પક્ષના યુવા નેતા રાહુલ ગાંધીએ આજે ભુજ ખાતે સભા સંબોધી હતી. જ્યાં તેમની સાથે પક્ષના અન્ય નેતા શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપ પર પ્રહારો કરી કોંગ્રેસને સત્તાનું કમાન સોંપવા હાજર રહેલી જનમેદનીને અપીલ કરી હતી.

આ તકે અર્જુન મોઢવાડિયાએ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા કહ્યું કે તે મુંગેરીલાલ જેવા સપનાંઓ જોઇ રહ્યાં છે, રાત્રે જ્યારે તેઓ સુવા જાય છે ત્યારે તે પીએમની ગાદી પર બેસી જાય છે, પછી સપનામાં જ તેઓ પાછા ન્યુયોર્ક પણ પહોંચી જાય છે, જ્યાં તેમને એમ લાગે છે કે ઓબામા તેમનું સ્વાગત કરી રહ્યાં છે, તેઓ બસ આવા સપનાં જુએ છે પરંતુ તેઓ એ વાતને વિચારતા નથી કે જ્યાં જવાના તે સપનાંઓ જોઇ રહ્યાં છે તે અમેરિકા તેમને વીઝા પણ આપતું નથી. 17મીએ તમારો દિવસ એવું મતદાન કરો કે 20મી બાદ તેમને એવો અહેસાસ થાય કે હવેલી લેવા ગયા અને મકાન પણ ગયું. ગાંધીનગરમાં એક રિંગ માસ્ટર બેઠો છે, જે ગુજરાતની સાવજ જેવી પ્રજાને પોતાના ઇશારે નચાવી રહ્યો છે, વિવિધ મેળાઓ અને ઉત્સવો યોજે છે.

રાહુલ ગાંધીના ભાષણમાં એકાદ બે વાત સિવાય જરા પણ નવીનતા નહોતી. તેમણે અગાઉ કરેલા ભાષણનું ભુજમાં પુનરાવર્તન કરતા ગાંધી અને મોતીલાલ નહેરુની સ્ટોરીને રીપીટ કરી હતી. તેમજ શ્વેતક્રાન્તિ અને હરી ક્રાન્તિ અંગે વાત કરી હતી. તેમણે ભ્રષ્ટાચાર મુદ્દે કહ્યું કે ભાજપના લોકો ભ્રષ્ટાચાર થાય તેવું કહે છે પરંતુ રાષ્ટ્રમાં આરટીઆઇની ક્રાન્તિ કોણ લાવ્યું? કોંગ્રેસ. પહેલાં બધું બંધ બારણામાં થતું હતું પરંતુ આરટીઆઇના કારણે તે બધુ બહાર આવી ગયું છે. એક કિસ્સાને યાદ કરતા તેમણે કહ્યું કે, મે વડાપ્રધાનને એક પત્ર લખ્યો હતો, એ પત્ર બાદ એક વ્યક્તિ દ્વારા આરટઆઇ કરવામાં આવી અને કહ્યું કે તે જાણવા માંગે છે કે રાહુલ ગાંધીએ વડાપ્રધાને જે પત્ર લખ્યો છે તેમાં શું લખ્યું છે, થોડાક મહિનાઓ પછી એ પત્રની કોપી એ વ્યક્તિને આપવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં ઉલટું છે, ગુજરાતમાં 14 હજાર આરટીઆઇના જવાબ આપવામાં આવતા નથી.

પોતાના દાદી અને પિતાની હત્યાને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ મારા માટે સૌથી જરૂરી અને મહત્વના બે લોકોને છિનવી લેવામાં આવ્યા. આતંકવાદીઓએ તેમણે માર્યા હતા છતાં મારામાં એ વાતને લઇને ગુસ્સો નથી, મેં એ ગુસ્સાને બાજુએ મુકી દીધો છે, મારામાં પણ ગુસ્સો હતો પણ ગુસ્સાથી માણસ આંધળો થઇ જાય છે, મેં હવે ગુસ્સો બાજુમાં મુકી દીધો છે અને હવે મને બધુ બરાબર દેખાય છે.

સરદાર પટેલને યાદ કરતા તેમણે કહ્યું કે, સરદાર પટેલનું સ્વપ્ન હતું કે હિન્દુસ્તાનમાં કોઇ ભુખ્યુ ના રહે, અમે ભોજનનો અધિકાર લાવ્યા પરંતુ ભાજપ તેને પાર્લામેન્ટમાં રોકી રહ્યું છે. ગમે તે બિલ હોય ભાજપ દ્વારા તેને રોકવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં માત્ર એક વ્યક્તિની સરકાર હતી પરંતુ હવે આપણે તેને હટાવીને ગુજરાત સરકારની, મહિલાની સરકાર, માછીમારો અને આમ આદમીની સરકાર બનાવવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X