કોંગ્રેસને નાબૂદ કહેનાર મોદી કેમ ભાષણમાં કોંગ્રેસ-કોંગ્રેસ બોલે છે : રાહુલ ગાંધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મંદિરે મંદિરે અને ગામે ગામ ફરી રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે, સુપ્રસિદ્ધ શામળાજી મંદિર પહોંચ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મંદિરે મંદિરે અને ગામે ગામ ફરી રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે, સુપ્રસિદ્ધ શામળાજી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા વિધિ અને દર્શન કર્યા હતા. સાથે જ સ્થાનિકો જોડે વાર્તાલાપ કરી સેલ્ફી પણ પડાવી હતી. નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે સવારે ડાકોરજીમાં પણ ધ્વજા ચઢાવી હતી. અને સાંજે શામળાજી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારે આ પહેલા રાહુલ ગાંધીએ દિયોદર ખાતે પણ એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
CVP Rahul Gandhi sought blessings at Shamlaji Temple, Aravali for Gujarat and its people to attain #NavsarjanWithCongress pic.twitter.com/hjhtpwDhjZ
— Congress (@INCIndia) December 10, 2017
તો બીજી તરફ રાહુલ ગાંધીએ રવિવારે દિયોદર ખાતે પણ એક જનસભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે મોદી હવે દરેક વાતે બોલીને ફરી જાય છે. નર્મદાનું પાણી ગુજરાતના લોકોને નથી મળ્યું. નર્મદા મામલે બોલતા જ્યારે લોકોએ કહ્યું અમને પાણી નથી મળ્યું તો તે વિકાસ મામલે બોલવા લાગ્યા લોકોએ કહ્યું કે તે પણ નથી થયો તો તેમણે કહ્યું દલિતો પર મામલે બોલું તો દલિતોએ કહ્યું કે 22 વર્ષમાં અમારો કોઇ વિકાસ નથી થયો તો મોદીજી હવે તેમના ભાષણોમાં ખાલી કોંગ્રેસ પર જ બોલે છે. મોદીજી કહે છે કે કોંગ્રેસ ભારતના નક્શા પરથી ગાયબ થઇ ગઇ છે. તો પછી મોદીજી તમારું અડધાથી વધુ ભાષણ કોંગ્રેસ પર કેમ છે. તેવો વેધક સવાલ પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષે તેમની આ સભામાં લોકોને પૂછ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે આ ચૂંટણી ગુજરાતના માટે છે. ગુજરાતની બહેનો, ખેડૂતો, યુવાનો માટે છે જે મામલે મોદીજી નથી બોલી રહ્યા તેવો આક્ષેપ પણ રાહુલ ગાંધીએ કર્યો હતો.












Click it and Unblock the Notifications
