ગુજરાતમાં રાહુલ ગાંધીનો રથ આવી પહોંચ્યો

રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેઓ પ્રવાસ દરમિયાન જે બસોનો ઉપયોગ કરવાના છે તે ગુજરાત આવી પહોચી છે. આ અંગે વધુ વાંચો અહીં..

રાહુલ ગાંધી ગુજરાતનાં ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ પોતાના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત દ્વારકાથી કરશે અને તેની પૂર્ણાહુતિ અમદાવાદમાં કરવામાં આવશે. રાહુલ ગાંધીના આ પ્રવાસ દરમિયાન જે બસનો ઉપયોગ કરાશે તે બસ શનિવારે ગુજરાત સ્થિત કોંગ્રેસ કમિટીની ઓફિસે આવી પહોચી હતી. આ બસ તમામ પ્રકારની આધુનિક સુવિધાથી સજ્જ છે. જેમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીના બનાસકાંઠાના પ્રવાસ દરમિયાન તેમના ઉપર થયેલ હુમલા બાદ આ વખતે કોંગ્રેસ અને સરકાર બંન્ને તેમની સુરક્ષાને લઇને તકેદારીના પગલા લીધા છે.

bus

નોંધનીય છે કે, રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના દ્વારકાથી તેમના પ્રવાસનો આરંભ કરશે. દ્વારકાથી તેઓ જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ થઇને અમદાવાદમાં યાત્રાની પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ કરશે. યાત્રા દરમિયાન તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ મૂકશે. યાત્રાનો આરંભ અને પ્રવાસની જવાબદારી કોંગ્રેસે પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાને સોંપવામાં આવી છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X