રાહુલ ગાંધીએ માણ્યા ગુજરાતના ગરબા, કરી આરતી

Subscribe to Oneindia News

રાહુલના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે પોતાના પ્રવાસની શરૂઆત ચોટીલા ચામુંડા માતાના દર્શન કરીને કરશે. ત્યારે મંગળવારે રાહુલ ગાંધીએ રાજકોટ ખાતે ગુજરાતના ગરબામાં હાજરી આપી હતી. અને માતાજીની આરતી કરી હતી. અહીં પણ મોટી સંખ્યામાં લોકોએ તેમને આવકાર્યા હતા. નોંધનીય છે કે રાહુલના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ જામનગરથી નીકળીને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ જાનો સાથે મળ્યા હતા. રાહુલ ગાંધીએ ટંકારમાં જનસભા સંબોધી હતી જેમાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. સાથે રાહુલ ગાંધીએ વિજય રુપાણી સરકારને રિમોટ કંટ્રોલ થી ચાલતી સરકાર ગણાવી હતી. તો મોદીની નોટ બાંધીને પણ વખોડી હતી. રાહુલે મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, વગર વિચારે કોઈને પૂછ્યા વગર નોટ બાંધી કરવામાં આવી હતી. અને પછી પીએમ ખુદ રડવા લાગ્યા.

rahul gandhi in gujarat

વળી જામનગર અને મોરબી જિલ્લાના મોટા ભાગના ગામો પાટીદાર અને મુસ્લિમ સમાજના હતા. જેમાં રાહુલનું ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવતું હતું. રાહુલ ગાંધીએ પણ પોતાના ભાષણમાં સરદાર પટેલ અને પાટીદારો તથા દલિતા સાથે થયેલા અત્યાચારની વાત કરીને પાટીદારોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આજે રાહુલ ગાંધીના પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે રાહુલ ચોટીલાથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે જે, ત્યાર બાદ વીરપુર, ખોડલધામ અને અંતે જેતપુરમાં સભા કરીને ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો અંત કરશે.

English summary
Rahul in Gujarat : Rahul Gandhi enjoyed Garba last night. Also read here his 3rd Day Programme
Please Wait while comments are loading...