રાહુલ વૈદ્યને મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી, જાણો 'ગરબે કી રાત' ગીતને લઈને કેમ થઈ રહ્યો છે હોબાળો
સિંગર અને બિગ બૉસ-14ના પૂર્વ કન્ટેસ્ટન્ટ રાહુલ વૈદ્યને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. જાણો આખો મામલો શું છે.
નવી દિલ્લીઃ સિંગર અને બિગ બૉસ-14ના પૂર્વ કન્ટેસ્ટન્ટ રાહુલ વૈદ્યને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. રાહુલ વૈદ્યને જાનથી મારવા અને મારપીટ કરવાની ધમકી તેના હાલમાં રિલીઝ થયેલા ગીત 'ગરબે કી રાત'ને લઈને મળી રહી છે. રાહુલ વૈદ્યનુ આ ગીત 'ગરબે કી રાત' નવરાત્રિનુ સ્પેશિયલ સોંગ છે. આ ગીતમાં 'શ્રી મોગલ મા'નો ઉલ્લેખ છે જે ગુજરાતમાં પૂજનીય છે. ગીતમાં મોગલ માના ઉલ્લેખથી રાહુલ વૈદ્ય મુશ્કેલીમાં ફસાઈ ગયા છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. રાહુલ વૈદ્યે હાલમાં જ નવરાત્રિના બીજા દિવસે 'ગરબે કી રાત' ગીત રિલીઝ કર્યુ હતુ અને આ ગીતને હાલમાં યુટ્યુબ પર 4.9 મિલિયનથી વધુ વાર જોવામાં આવી ચૂક્યુ છે.

'શ્રી મોગલ માનુ નામ ગીતમાંથી હટાવો નહી તો...'
રાહુલ વૈદ્યનુ ગીત 'ગરબે કી રાત'માં તેમની સાથે નિયા શર્મા પણ વીડિયોમાં દેખાઈ રહી છે. રાહુલ વૈદ્યે આ ગીત ગાયુ પણ છે અને અભિનય પણ કર્યો છે. ગીત રિલીઝ થયાના થોડા દિવસો બાદથી જ રાહુલ વૈદ્યને ફોન પર અમુક લોકો 'ગરબે કી રાત' ગીતમાંથી મોગલ માનુ નામ હટાવવા માટે કહી રહ્યા છે અને આમ ન કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. ગુજરાતી દર્શકોને આ ગીતમાં શ્રી મોગલ માનો ઉલ્લેખ થયો તે ગમ્યુ નથી.

નિયા શર્માના ડાંસને લઈને પણ થયો વિવાદ
રાહુલને ઘણા બધા મેસેજ અને ધમકીભર્યા કૉલ આવી રહ્યા છે કે તે માતાનો ઉલ્લેખ ગીતમાંથી હટાવી દે નહિતો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. અમુકે તો ગાયક પાસે માંગ કરી છે કે તે વિવિધ પ્લેટફૉર્મ પરથી ગીતને સંપૂર્ણપણે હટાવી દે. ભક્તોએ દેવી-દેવતાઓને સંબોધિત કરતા ધાર્મિક લોક શબ્દો પર નિયા શર્માના અશ્લીલ વીડિયોનો પણ વાંધો ઉઠાવ્યો છે.

રાહુલ વૈદ્યને કહેવામાં આવી આ વાત
રાહુલ વૈદ્યના પ્રવકતાએ એક નિવેદનમાં ગાયકને ધમકીભર્યા કૉલ અને સંદેશ મળવાની પુષ્ટિ કરી છે અને એ પણ કહ્યુ છે કે તેમની ટીમ ગીતને ઠીક કરવા જઈ રહ્યા છે. રાહુલ વૈદ્યના પ્રવકતા તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'એ સાચુ છે કે આ મેસેજ અને કૉલ કાલે રાતથી વધી ગયા છે. મેસેજ રાહુલ વૈદ્યને મારવા, પીટવા અને જાનથી મારી નાખવા માટે આવી રહ્યા છે. અમુક મેસેજમાં એફઆઈઆર અને ધરપકડની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ અમે એ વાત પર કાયમ છે કે દેવતાનો ઉલ્લેખ સમ્માન સાથે કરવામાં આવ્યો હતો અને આનો અર્થ કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.'

ગીતને ઠીક કરવાનુ કામ થઈ રહ્યુ છે...
રાહુલ વૈદ્યના પ્રવકતાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યુ, 'જો કે આ તથ્યને સમજીને કે લોકોના એક નિશ્ચિત વર્ગની ગીતના અમુક ભાગથી તકલીફ થઈ છે, અમે તેનુ સમ્માન કરીએ છીએ અને અમારા સ્તરે તેને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છીએ. અમે એ સહુને આગ્રહ કરીએ છીએ જેમણે અમને અમુક દિવસની અનુમતિ આપી છે. જે પ્લેટફૉર્મ પર અમે આ ગીત જાહેર કર્યુ છે તેમાં સુધારો કરવામાં અમે અમુક દિવસનો સમય લાગશે. પરંતુ અમે એ બધા લોકોને કહેવા માંગીએ છીએ કે તમે નિશ્ચિંત રહો અમે એ સહુની ભાવનાઓનુ સમ્માન કરીએ છીએ જેમણે પોતાની ચિંતા વ્યક્ત કરીએ છીએ અને તેને સુધારવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.'












Click it and Unblock the Notifications
