Rain Forecast Gujarat : ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો વાવાઝોડાની કેટલી સંભાવના?

Gujarat Cyclone Forecast : ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સિઝન પુરી થયા બાદનો વરસાદી માહોલ ખેડૂતો માટે મોટી સમસ્યા લઈને આવ્ચો છે.

હવામાન વિભાગે આજે ગુજરાતના 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.

Rain Rorecast Gujarat

દક્ષિણ ગુજરાતમાં પહેલાથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે અન્ય જિલ્લાઓ માટે પણ વરસાદની આગાહી કરી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતના દરિયાકાંઠેથી કિલોમીટરો દૂર બનેલી આ સિસ્ટમ વધારે મજબૂત બની છે. હાલ આ સિસ્ટમ વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બની છે અને વાવઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમ સક્રિય રીતે વાવાઝોડામાં પરિવર્તિત થશે તો ગુજરાતમાં મોટી આફતના એઁધાણ સર્જાઈ શકે છે. આ વાવાઝોડુ ગુજરાતને પણ ધમરોળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X