ગુજરાતના 8 જિલ્લાઓમાં થયુ માવઠુ, હવામાનમાં અચાનક આવ્યો પલટો, ખેડૂતો ચિંતામાં

આજે અમદાવાદ સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠુ થયુ છે.

અમદાવાદઃ આજે અમદાવાદ સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠુ થયુ છે. હવામાન વિભાગે અમુક ગુજરાતમાં અમુક જગ્યાએ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. આગાહી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં માવઠુ પડવાનુ હતુ. અમદાવાદ સહિત બનાસકાંઠાના પાલનપુર, જીસા અને થરા વિસ્તારમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

imd

આજે વહેલી સવારે મહેસાણા જિલ્લામાં બહુચરાજીમાં વરસાદ શરુ થયો. ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારે વરસાદ પડ્યો. અંબાજી પંથકમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ જોવા મળ્યો. રાતે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા. ગાંધીનગરમાં પણ માવઠાની અસર જોવા મળી છે. ગાંધીનગરમાં પરોઢિયે વરસાદ વરસ્યો હતો. મોરબી શહેરમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. કચ્છમાં અંજાર-માંડવી બાદ મુંદ્રા શહેરમાં વરસાદ પડ્યો છે. કચ્છના રાપર તાલુકામાં પણ કમોસમી વરસાદ થયો છે. રાપરના ખેંગારપુર, કુડા, રામવાવ, જામપર, સુવઈ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. કચ્છમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. મોડાસા સહિત જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાતે કમોસમી વરસાદ વરસ્યો હતો.તમને જણાવી દઈએ કે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના 8 જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અગાઉ પણ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરુઆતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકશાન થયુ છે. માવઠાના પરિણામે શિયાળુ પાકને નુકશાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. રાયડાના પાકમાં ખેડૂતોને નુકશાન થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X