સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી

rain
ગાંધીનગર, 12 જૂનઃ ત્રણેક દિવસથી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મેઘાની મેહર વરસી રહી છે. જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના અનેક જિલ્લામાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ મેધા મનમુકીને વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સામાન્યથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડતાં લોકોના ચહેરા પર હર્ષની હેલી છવાઇ ગઇ છે.

મોસમ વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ મોનસુન આગળ વધી રહ્યું છે. ગતકાલે તે દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં સક્રિય થયું હતું અને તેના ફળ સ્વરૂપમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો, આજે પણ વરસાદ ચાલું હોય લોકો એવી આશા રાખી રહ્યાં છે કે વધું વરસાદ આ પંથકમાં પડશે.

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મંગળવારે રાત્રે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા પંથકમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. કુતિયાણામાં 13 ઇંચ સુધીનો વરસાદ પડ્યાના અહેવાલ પણ મળ્યા છે. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના કારણે 20થી વધુ જળાશયોમાં પાણની આવકમાં નોંધપાત્ર સુધારો થયો છે.

જો કે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. આણંદ જિલ્લામાં ક્યાંક વરસાદી ઝાંપટા પડ્યાં છે તો ક્યાંક અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X