For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજુ 5 દિવસ રાજ્યના આ જિલ્લાઓને ધમરોળશે વરસાદ, રેડ એલર્ટ જાહેર!

રાજકોટ, જામનગર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગ વધુ એક સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ મુજબ આવનારા 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ, જામનગર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગ વધુ એક સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ મુજબ આવનારા 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેને લઈને હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ આપ્યા છે. સૌરાષ્ટ્રમાં મેઘાડંબર વચ્ચે હવે આ જિલ્લાઓમાં પણ વરસાદને કારણે સ્થિતી બગડી શકે છે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્ર બાદ હવે વરસાદ ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જુનાગઢ, તેમજ મધ્ય ગુજરાતના આણંદ અને ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉલ્લેખનિય છે કે, રાજકોટ અને જામનગર જિલ્લામાં પહેલાથી જ ભારે વરસાદને કારણે પુરની સ્થિતી છે ત્યારે હવે હવામાન વિભાગે ફરીથી રેડ એલર્ટ જાહેર કરતા સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરૂચ, સુરત, નવસારી, સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, મોરબી, મધ્ય ગુજરાતના પંચમહાલ અને વડોદરા તેમજ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવવાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને તંત્રને ખડે પગે રહેવા જણાવાયું છે. ઉલ્લેખનિય છે કે દક્ષિણ ગુજરાતમાં રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીએ વધારે વરસાદ થતો હોય છે. જો કે ત્યાં પણ હાલ સુધી વરસાદની ઘટ છે ત્યારે હવે હવામાન વિભાગની આગાહી જોતા આ ઘટ પુરી થવાની સંભાવના છે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ

આ જિલ્લાઓમાં યલો એલર્ટ

મધ્ય ગુજરાતના અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, ઉત્તર ગુજરાતાના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જેને પગલે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ ખેંચાતા બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેડૂતોની સ્થિતી કપરી બની હતી. ત્યારે હવે વરસાદ ખેંચાતા આ ઘટ પુરી થઈ શકે છે.

English summary
Rain will hit this district of the state for the next 5 days, a red alert has been issued!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X