ગુજરાતમાં આજથી 5 દિવસ સુધી માવઠાની આગાહી, ઠંડીમાં થશે વધારો

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. વળી, રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પણ રહેશે.

winter

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠુ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની અસર ગુજરાતમાં જોવા મળશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

તમને જણાવી દઈએ કે શનિવારથી ઠંડા પવનો ઓછા થતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદના કારણે રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થશે અને પારો 2થી 3 ડિગ્રી ગગડે તેવી સંભાવના છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધવામાં આવ્યો છે. લઘુત્તમ તાપમાન પણ વધતા રાજ્યમાં ઠંડીનુ જોર વધ્યુ છે. ઠંડા પવનો ઘટતા રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 29થી 31 ડિગ્રી વચ્ચે નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X