રાજકોટ: ઝૂમાં આવેલા એક્વેરિયમમાં જોવા મળશે માછલીઓનું વૈવિધ્ય

Subscribe to Oneindia News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવના કાંઠે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદ્યુમન પાર્ક ઝૂ બનાવવામાં આવ્યું છે. જેના વિકાસ માટે અલગ-અલગ રાજ્યોમાંથી પ્રાણીઓ અને પક્ષીઓ લાવવામાં આવી રહ્યા છે. પ્રદ્યુમન પાર્કમાં તાજેતરમાં બનાવવામાં આવેલા એક્વેરિયમનું સંચાલન સોંપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગમાં કમિટીમાં બહાલી આપવામાં આવી હતી. આગામી બે માસમાં 29 પ્રકારની માછલીઓ પ્રદ્યુમન પાર્કની શોભા વધારશે. એક્વેરિયમમાં સહેલાણીઓ માટે એન્ટ્રી ફી રૂ.5 નક્કી કરવામાં આવી છે.

rajkot

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પ્રદ્યુમન પાર્ક ખાતે બનાવવામાં આવેલા માછલીઘરનું સંચાલન ત્રણ વર્ષ માટે અબ્બાસ જરીવાલા નામના વ્યક્તિને સોંપવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વર્ષે કોન્ટ્રાકટર દ્વારા મહાપાલિકાને રૂ.5.50 લાખ, બીજા વર્ષે રૂ.6.50 લાખ અને ત્રીજા વર્ષે રૂ.7.50 લાખ આપવાના રહેશે. પ્રદ્યુમન પાર્કમાં બનાવવામાં આવેલા માછલીઘરમાં દેશ-વિદેશમાંથી 29 પ્રકારની માછલીઓ લાવવામાં આવશે.

English summary
Rajkot: 29 types of fishes in international leval Aquarium in Pradhyuman Park Zoo.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.