અમદાવાદ નેશનલ હાઈવે પર લૂંટ બાદ હત્યા

Subscribe to Oneindia News

રાજકોટ - અમદાવાદ નેશનલ હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લાના બલદાણા ગામ પાસે આજે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ ટ્રકને રોકી ટ્રકમાં સવાર બે લોકો પર હુમલો કરી, ટ્રક લઇ ફરાર થઇ ગયા હતા. અમદાવાદ જતી આ ટ્રકમાં પશુઓ ભરેલા હતા. અને આરોપીઓ પશુઓ ભરેલી ટ્રકને લઇ ફરાર થયા હતા. લૂંટ ના આ કેસમાં લૂંટારાએ ટ્રકમાં સવાર બંને શખ્સોને દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. અને રોડની બાજુમાં ફેંકી દીધા હતા. જેમાં બે વ્યક્તિ પૈકી એકનું મોત થયું હતું. અને એકની હાલત ગંભીર છે. જેને સારવાર અર્થે લીંબડી ખાતે ખસેડાયો. વધુમાં મૃતદેહને પણ પીએમ અર્થે લીંબડી ખાતે મોકલવામાં આવ્વયો છે.

MURDER

જો કે પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી તપાસ હાથધરી હતી. ઈજાગ્રસ્ત યુવાનને પોલીસ દ્વારા પૂછવામાં આવતા મૂળ ધોરાજી હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. નોંધનીય છે કે પોલીસ દ્વારા હાઈવે પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોવા છતાં પણ લૂંટારાને પોલીસનો ડર રહ્યો નથી એવું આ ઘટના પછી લાગી રહ્યું છે.

English summary
Rajkot-Ahmedabad robbers loot ; Robbers also killed one man.
Please Wait while comments are loading...